For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તામિલનાડુ: 4 યુવકોએ 50 યુવતીઓનું યૌનશોષણ કર્યું

તામિલનાડુના કોયમ્બતૂરમાં એક હેરાન કરતો મામલો સામે આવ્યો છે. અહીં ચાર યુવકોની એક ગેંગનો ખુલાસો થયો છે

|
Google Oneindia Gujarati News

તામિલનાડુના કોયમ્બતૂરમાં એક હેરાન કરતો મામલો સામે આવ્યો છે. અહીં ચાર યુવકોની એક ગેંગનો ખુલાસો થયો છે, જેમના પર આખા રાજ્યમાં 50 કરતા પણ વધારે મહિલાઓ પર યૌનશોષણ અને બ્લેકમેલીંગનો આરોપ છે. ગુંડા એક્ટ હેઠળ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. આ યુવકો મહિલાઓનું શારીરિક શોષણ કરીને તેમનો વીડિયો બનાવતા હતા. આપને જણાવી દઈએ કે આ મામલો ચર્ચામાં આવ્યા પછી સરકારે તેને સીબીસીઆરડી પાસે ટ્રાન્સફર કરી દીધો.

આ પણ વાંચો: બોયફ્રેન્ડ સામે 12 લોકોએ તેની ગર્લફ્રેંડનો ગેંગરેપ કર્યો

સોનાની ચેન પણ લૂંટી

સોનાની ચેન પણ લૂંટી

આ મામલો 24 ફેબ્રુઆરીએ સામે આવ્યો જયારે પોલાચી પોલીસે એક 19 વર્ષની યુવતીના યૌનશોષણ અને બ્લેકમેલિંગ આરોપમાં ધરપકડ કરી. પકડાઈ ગયેલા ચારે આરોપીઓની ઉમર 20 વર્ષની આસપાસ છે. યુવતીએ પોલાચી ઈસ્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેને આરોપ લગાવ્યો હતો કે તેના મિત્રો તેને કારમાં લઇ ગયા અને તેનું યૌનશોષણ કર્યું. એટલું જ નહીં પરંતુ તેની સોનાની ચેન પણ લૂંટી લીધી.

40 કરતા પણ વધારે મહિલાઓની યૌનશોષણ કલીપ

40 કરતા પણ વધારે મહિલાઓની યૌનશોષણ કલીપ

આરોપીઓ પાસેથી જપ્ત કરવામાં આવેલા મોબાઈલ ફોનમાં કથિત રીતે 40 કરતા પણ વધારે મહિલાઓની યૌનશોષણ કલીપ મળી. આ ઘટનાએ હવે રાજનૈતિક રંગ પકડી લીધો છે કારણકે કારણ કે આરોપી પૈકીનો એક શાસક એએનએડીએમકેનો સભ્ય હતો. પોલાચી પૂર્વ પોલીસે તીરુનવુક્કરાસુ (26), એન સતીશ (29), એન સબરીરનજં (25) અને ટી વસંથકુમારની ધરપકડ કરી. પોલીસે જણાવ્યું હતું કે તપાસમાં જાણવા મળ્યું છે કે યુવાનોની આ ગેંગ આ પ્રકારની લગભગ 50 જેટલી ઘટનાઓને અંઝામ આપી ચુકી છે.

સોશ્યિલ મીડિયામાં આવ્યા પછી

સોશ્યિલ મીડિયામાં આવ્યા પછી

એઆઈએડીએમકે મંત્રી સાથે સોશિયલ મીડિયા પર પ્રસારિત થયા પછી એઆઈએડીએમકે પક્ષના પ્રાથમિક સભ્યપદમાંથી આરોપીઓને કાઢી મૂક્યો હતો. વિરોધ પક્ષના ડીએમકેના અધ્યક્ષ એમ કે સ્ટાલિનએ ટ્વિટરને પૂછ્યું હતું કે શું એઆઈએડીએમકેના અપરાધીઓ સાથે શાસક પક્ષ સામેલ છે.

English summary
Over 50 women Physical exploitation by 4 member gang in Tamil Nadu
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X