For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીમાં ઓક્સિજન સંકટ: હાઇકોર્ટના નોટીસની સામે સુપ્રીમ કોર્ટ પહોંચ્યુ કેન્દ્ર

દેશના પાટનગર દિલ્હીની હોસ્પિટલોમાં ઓક્સિજનની કટોકટી વધુ તીવ્ર બની છે, જેમાં કોરોના વાયરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે. દિલ્હીની કેટલીક હોસ્પિટલમાં રોજ મીડિયામાં ઓક્સિજનના અભાવના અહેવાલો આવી રહ્યા છે. પરિસ્થિતિ એટલી ખરાબ છ

|
Google Oneindia Gujarati News

દેશના પાટનગર દિલ્હીની હોસ્પિટલોમાં ઓક્સિજનની કટોકટી વધુ તીવ્ર બની છે, જેમાં કોરોના વાયરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે. દિલ્હીની કેટલીક હોસ્પિટલમાં રોજ મીડિયામાં ઓક્સિજનના અભાવના અહેવાલો આવી રહ્યા છે. પરિસ્થિતિ એટલી ખરાબ છે કે, દિલ્હી હાઈકોર્ટમાં દરરોજ ઓક્સિજનની કટોકટીના મામલાની સુનાવણી ચાલી રહી છે. મંગળવારે દિલ્હીને પૂરતા પ્રમાણમાં ઓક્સિજનનો પુરવઠો પુરો નહીં કરવાના મામલે સુનાવણી દરમિયાન, દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને કારણદર્શક નોટિસ ફટકારી હતી કે સુપ્રીમ કોર્ટના આદેશને સ્વીકાર્યા નહીં હોવાના કારણે તેમની વિરુદ્ધ તિરસ્કારની કાર્યવાહી કેમ ન કરવી જોઇએ તેવું પૂછ્યું હતું. કેન્દ્ર સરકારે હવે દિલ્હી હાઈકોર્ટની આ નોટિસ સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે.

Oxygen

આપને જણાવી દઈએ કે, મંગળવારે હાઈકોર્ટે દિલ્હીમાં ઓક્સિજન પુરવઠો નહીં મળવાના મામલે સુનાવણી કરી હતી. દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને જારી કરેલી નોટિસમાં કહ્યું છે કે, '2 મેના રોજ સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે કેન્દ્ર સરકારે 3 મે સુધીમાં દિલ્હીમાં ઓક્સિજનની અછત પૂરી કરવી જોઈએ. તમે શાહમૃગની જેમ રેતીમાં માથું છુપાવી શકો છો, પરંતુ અમને નહીં. '

આ પણ વાંચો: UPમાં ઓક્સિજનની કમી પર ઈલાહાબાદ હાઈકોર્ટ થયુ કડક, દર્દીઓના મોત નરસંહારથી કમ નથી

English summary
Oxygen crisis in Delhi: Supreme Court reaches Center against High Court notice
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X