Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

UPમાં ઓક્સિજનની કમી પર ઈલાહાબાદ હાઈકોર્ટ થયુ કડક, દર્દીઓના મોત નરસંહારથી કમ નથી

કોરોના વાયરસ મહામારી વચ્ચે ઉત્તર પ્રદેશમાં ઑક્સિજન સંકટ માટે ઈલાહાબાદ હાઈકોર્ટે આકરી ટીપ્પણી કરી.

પ્રયાગરાજઃ કોરોના વાયરસ મહામારી વચ્ચે ઉત્તર પ્રદેશમાં ઑક્સિજન સંકટ માટે ઈલાહાબાદ હાઈકોર્ટે આકરી ટીપ્પણી કરી. હાઈકોર્ટે હોસ્પિટલોમાં ઑક્સિજનના પુરવઠો ન હોવાથી કોરોના દર્દીઓના મોતને ગુનાહિત કૃત્ય ગણાવ્યુ છે. એટલુ જ નહિ, કોર્ટે કહ્યુ કે આ એ અધિકારીઓ દ્વારા નરસંહારથી કમ નથી જેમને આના સતત પુરવઠાની જવાબદારી સોંપવામાં આવી છે. વાસ્તવમાં હાઈકોર્ટે આ ટિપ્પણી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એ સમાચારો પર આપી જેમના મુજબ ઑક્સિજનની કમીના કારણે લખનઉ અને મેરઠ જિલ્લામાં કોવિડ-19 દર્દીઓના જીવ ગયા.

allahabad high court

કોવિડ-19 દર્દીઓના મોત સાથે જોડાયેલા સમાચારો પર સંજ્ઞાન લઈને અલાહાબાદ કોર્ટે લખનઉ અને મેરઠના જિલ્લાધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે તે આની 48 કલાકની અંદર તથ્યાત્મક તપાસ કરે. હાઈકોર્ટે બંને જિલ્લાધિકારીઓને કહ્યુ છે કે તેઓ મામલાની આગલી સુનાવણી પર પોતાનો તપાસ રિપોર્ટ રજૂ કરે અને કોર્ટમાં ઑનલાઈન ઉપસ્થિત રહે. સમાચારો મુજબ ન્યાયમૂર્તિ સિદ્ધાર્થ વર્મા અને ન્યાયમૂર્તિ અજિત કુમાપની પીઠે રાજ્યમાં સંક્રમણના પ્રસાર અને પૃથક વાસ કેન્દ્રની સ્થિતિ સંબંધિત જનહિત અરજી પર સુનાવણી કરીને આ નિર્દેશ આપ્યા.

હાઈકોર્ટે કહ્યુ, 'અમને એ જોઈને દુઃખ થઈ રહ્યુ છે કે હોસ્પિટલોને ઓક્સિજનનો પુરવઠો નહિ મળવાથી કોવિડ દર્દીઓના જીવ જઈ રહ્યા છે. આ એક ગુનાહિત કૃત્ય છે અને આ એ લોકો દ્વારા નરસંહારથી કમ નથી જેમને તરલ ચિકિત્સીય ઑક્સિજનની સતત ખરીદી તેમજ પુરવઠો સુનિશ્ચિત કરવાનુ કામ સોંપવામાં આવ્યુ છે.' પીઠે કહ્યુ કે જ્યારે વિજ્ઞાન આટલી પ્રગતિ કરી ગયુ છે કે હાલમાં હ્રદય પ્રતિરોપણ અને મસ્તિષ્કની સર્જરી કરવામાં આવી રહી છે એવામાં આપણે પોતાના લોકોને આ રીતે કેવી રીતે મરવા દઈ શકીએ.

સામાન્ય રીતે અમે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આવા સમાચારોને તપાસવા માટે રાજ્ય અને જિલ્લા પ્રશાસનને નથી કહેતા પરંતુ આ જનહિત અરજીમાં હાજર એડવોકેટ આ રીતના સમાચારોનુ સમર્થન કરી રહ્યા છે માટે અમારે સરકારને તાત્કાલિક આ અંગે પગલુ લેવા માટે કહેવુ જરૂરી છે. સુનાવણી દરમિયાન અદાલતને જણાવવામાં આવ્યુ કે ગયા રવિવારે મેરઠ મેડિકલ કૉલેજના નવા ટ્રોમા સેન્ટરના આઈસીયુમાં ઑક્સિજન ન મળવાથી પાંચ દર્દીઓના મોતના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા. આ રીતે લખનઉના ગોમતીનગરમાં સન હોસ્પિટલ અને એક અન્ય ખાનગી હોસ્પિટલમાં ઑક્સિજનો પુરવઠો ન હોવાથી ડૉક્ટરોએ કોવિડ દર્દીઓને પોતાની વ્યવસ્થા જાતે કરવાના સમાચાર પણ સોશિયલ મીડિયા પર છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X