તિહાર જેલ જવાના ડરથી સીબીઆઈ કસ્ટડીમાં જ રહવા ઈચ્છે છે પી ચિદમ્બરમ

પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમે ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં કહ્યુ છે કે તે સીબીઆઈની કસ્ટડીમાં જ રહેવા ઈચ્છે છે.

પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમે ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં કહ્યુ છે કે તે સીબીઆઈની કસ્ટડીમાં જ રહેવા ઈચ્છે છે. જે રીતે પી ચિદમ્બરમની ગયા અઠવાડિયે આઈએનએક્સ મીડિયા કેસમાં સીબીઆઈએ નાટકીય અંદાજમાં ધરપકડ કરી હતી તે બાદ સુપ્રીમ કોર્ટે પણ તેમને રાહત આપવાનો ઈનકાર કરી દીધો હતો. તમને જણાવી દઈએ કે પી ચિદમ્બરમ સીબીઆઈ કસ્ટડીમાં છે. સીબીઆઈની કસ્ટડી ખતમ થવા પર તેમને ટ્રાયલ કોર્ટમાં હાજર કરવામાં આવશે.

જઈ શકે છે તિહાર

જઈ શકે છે તિહાર

ચિદમ્બરમ તરફથી સુપ્રીમ કોર્ટની બેંચ સામે એ પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે કે તેમને સીબીઆઈની કસ્ટડીમાં રહેવા દેવામાં આવે. વાસ્તવમાં સુપ્રીમ કોર્ટની બેંચે કહ્યુ હતુ કે તે આ કેસની સુનાવણી બે સપ્ટેમ્બરે કરશે ત્યારબાદ ચિદમ્બરમ તરફથી એ પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે કે તે સીબીઆઈની કસ્ટડીમાં જ રહેવા ઈચ્છે છે. જો આજે સીબીઆઈ કોર્ટ સીબીઆઈની અરજી ફગાવી દે તો પી ચિદમ્બરમને દિલ્લીની તિહાર જેલમાં મોકલી શકે છે. આના ડરથી ચિદમ્બરમે કોર્ટમાં અપીલ કરી છે કે તેમને સીબીઆઈ કસ્ટડીમાં જ રહેવા દેવામાં આવે.

પોતે રહેવા ઈચ્છે છે સીબીઆઈ

પોતે રહેવા ઈચ્છે છે સીબીઆઈ

કસ્ટડીમાં સ્થિતિ એ છે કે ગઈ સુનાવણી દરમિયાન જ્યારે સીબીઆઈએ કોર્ટમાં ચિદમ્બરની પાંચ દિવસની કસ્ટડી માંગી હતી તો ચિદમ્બરમના વકીલોએ આનો પૂરજોશમાં વિરોધ કર્યો હતો પરંતુ હવે ચિદમ્બરના વકીલ ઈચ્છે છે કે ચિદમ્બરને સીબીઆઈની જ કસ્ટડાં રહેવા દેવામાં આવે અને આના માટે ચિદમ્બરમ ખુશી ખુશી રાજી છે. વળી, સોલિસિટર જનરલે આનો વિરોધ કરીને કહ્યુ કે આ કેસ ટ્રાયલ કોર્ટમાં છે માટે તેનાથી જ એ અંગેનો નિર્ણય લેવો જોઈએ કે કોને ક્યાં સુધી કસ્ટડીમાં રાખવાના છે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે દખલ ન દેવ જોઈએ.

તિહાર જેલ જવાનો ડર

તિહાર જેલ જવાનો ડર

સૂત્રોની માનીએ તો સીબીઆઈ ચિદમ્બરમની કસ્ટડી વધારવા પર જોર નહિ આપે. એવામાં ચિદમ્બરમને તિહાર જેલ જવુ પડી શકે છે. પાંચ સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યા બાદ સીબીઆઈ એ નક્કી કરશે કે શું ઈંદ્રાણી મુખર્જી અને અન્ય સાક્ષીઓનો ચિદમ્બરમ સામે આમનો-સામનો કરાવવાની જરૂર છે કે નહિ. તમને જણાવી દઈએ કે પી ચિદમ્બરમ છેલ્લા ઘણા દિવસોથી સીબીઆઈની કસ્ટડીમાં છે. સીબીઆઈએ તેમની આઈએનએક્સ મીડિયા કેસમાં ધરપકડ કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X