For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લૉકડાઉન લંબાવવા પર ચિદમ્બરમઃ 'મોદીનુ ભાષણ માત્ર નિેવેદનબાજી, રડો મારા પ્યારા દેશ'

લૉકડાઉન લંબાવવાના્ પીએમના એલાન દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમે બિનજરૂરી રિએક્શન આપ્યુ છે.

|
Google Oneindia Gujarati News

પીએમ મોદીએ રાષ્ટ્રના નામ પોતાના સંબોધનમાં લૉકડાઉન પાર્ટ-2નુ એલાન કરી દીધુ છે. પ્રધાનમંત્રીએ ત્રણ મે સુધી માટે લૉકડાઉન લંબાવી દીધુ છે. પીએમ મોદીએ કહ્યુ છે કે 3 મે સુધી આપણે સૌ દેશવાસીએ લૉકડાઉનમાં જ રહેવુ પડશે. પીએમના રાષ્ટ્રના નામ પોતાના સંબોધનમાં મંગળવારે એ પણ કહ્યુ કે જે રાજ્ય કોરોના વાયરસ સામે કડકાઈ રાખીને પોતાના શહેર અથવા વિસ્તારના હૉટસ્પૉટ (કોરોના વાયરસનુ સર્વાધિક પ્રભાવિત ક્ષેત્ર)) નહિ બનવા દે, ત્યાં 20 એપ્રિલથી જરૂરી ગતિવિધિઓની અનુમતિ આપવામાં આવશે.

p chidambaram

લૉકડાઉન લંબાવવાના્ પીએમના એલાન દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમે બિનજરૂરી રિએક્શન આપ્યુ છે. ચિદમ્બરમે ટ્વિટ કર્યુ, ગરીબોને 21+19= 40 દિવસ માટે પોતાની જાતે વ્યવસ્થા કરવા માટે છોડી દેવામાં આવ્યા છે. ધન છે, ભોજન છે પરંતુ સરકાર તે આપશે નહિ. રડો, મારા પ્યારા દેશ. એક અન્ય ટ્વિટમાં ચિદમ્બરમે કહ્યુ, મુખ્યમંત્રીઓની પૈસાની માંગ પર કોઈ પ્રતિક્રિયા નથી આવી. 25 માર્ચના કંજૂરીભર્યા પેકેજમાં એક પણ રૂપિયો ઉમેરવામાં આવ્યો નથી.

રઘુરામ રાજનથી જીન ડ્રીઝ, પ્રભાત પટનાયકથી અભિજીત બેનર્જી સુધી કોઈની પણ સલાહો પર ધ્યાન આપવામાં આવ્યુ નથી. જો કે ચિદમ્બરમે લૉકડાઉન લંબાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયનુ સમર્થન કર્યુ. વળી, રાજ્યસભા સાંસદ અને કોંગ્રેસ નેતા આનંદ શર્માએ કહ્યુ, દેશમાં લૉકડાઉનના 20 દિવસ થઈ ચૂક્યા છે. આ સંક્રમણથી દેશ અને દુનિયાને ગંભીર ઈજા પહોંચી છે. આનાથી અર્થવ્યવસ્થા પણ કથળી ગઈ છે. આ સંકટના કારણે પહેલેથી નબળી ભારતીય અર્થવ્યવસ્થા સામે ઘણા પડકારો આવી ગયા છે. એટલા માટે એક રણનીતિ સામે લાવવાની જરૂર છે. વળી, આનંદ શર્માએ આગળ કહ્યુ, લૉકડાઉનને હટાવવા માટે ત્રણ તબક્કાની વાત થઈ રહી છે. પ્રથમ તબક્કામાં અમુક આર્થિક ગતિવિધિઓની શરૂઆત. અહીં મોટી સંખ્યામાં મજૂર છે.

આ પણ વાંચોઃ PM મોદીના ભાષણ બાદ ટ્વિટર પર ટ્રેન્ડ થયુ 'We the people of India', લોકોએ કર્યા ટ્વિટઆ પણ વાંચોઃ PM મોદીના ભાષણ બાદ ટ્વિટર પર ટ્રેન્ડ થયુ 'We the people of India', લોકોએ કર્યા ટ્વિટ

English summary
P Chidambaram takes on PM Narendra Modi’s lockdown extension, says- ‘Cry, my beloved country’.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X