For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તિહારની કઈ જેલમાં રહેશે ચિદમ્બરમ, કેવો ખોરાક મળશે? જાણો

તિહારની કઈ જેલમાં રહેશે ચિદમ્બરમ, કેવો ખોરાક મળશે? જાણો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ આઈએનએક્સ મીડિયા કેસમાં સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમને 14 દિવસ માટે તિહાર જેલ મોકલ્યા છે. રોજ એવન્યૂ કોર્ટે ગુરુવારે ચિદમ્બરમના વકીલની તેમને સીબીઆઈ કસ્ટડીમાં જ રાખવાની અથવા ઘરે નજરબંધ કરવાની દલીલ ન માનતાં 19 સપ્ટેમ્બર સુધી તિહાર જેલ મોકલી દીધા છે. કોર્ટના ફેસલા બાદ ચિદમ્બરમને પોલીસની ગાડીમાં તિહાર જેલ લઈ જેવામાં આવ્યા. આ દરમિયાન તેમને તિહારની કઈ જેલમાં રાખવામાં આવશે અને તેમને અહીં શું-શું ખાવાનું મળશે તેની જાણકારી તિહાર જેલના ડાયરેક્ટર જનરલ સંદીપ ગોયલે આપી.

તિહારની જેલ નંબર 7માં રહેશે ચિદમ્બરમ

તિહારની જેલ નંબર 7માં રહેશે ચિદમ્બરમ

તિહાર જેલના ડાયરેક્ટર જનરલ સંદીપ ગોયલે જણાવ્યું કે પી. ચિદમ્બરમને તિહારમાં જેલ નંબર 7માં રાખામાં આવશે. તેમને એક અલગ સેલમાં રાખવામાં આવશે. કોંગ્રેસ નેતાને ખોરાકમાં રોટલી, દાળ અને શબ્જી આપાવામાં આવશે. આ ઉપરાંત કોર્ટના આદેશ મુજબ વેસ્ટર્ન ટૉયલેટ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ દરમિયાન મળી રહેલ જાણકારી મુજબ પી ચિદમ્બરમના દીકરા કાર્તિ ચિદમ્બરમ પણ પોતાના પિતાને મળવા તિહાર જેલ પહોંચી ગયો છે.

તિહાર જેલના ડીજીએ આપી જાણકારી

જણાવી દઈએ કે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમની સીબીઆઈ રિમાન્ડ પાંચ સપ્ટેમ્બરે ખતમ થઈ ગઈ હતી, જે બાદ તેમને રોજ એવન્યૂ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટે તેમને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં તિહાર જેલ મોકલી દીધા છે. કોર્ટના આદેશ બાદ ચિદમ્બરમના વકીલે જેલમાં તેમને અલગ સેલમાં રાખવાની કોર્ટ સમક્ષ અપીલ કરી. રોજ એવન્યૂ કોર્ટે આ અપીલ માનતાં ચિદમ્બરમને અલગ સેલ ઉપલબ્ધ કરાવવા અને વિશેષ સુરક્ષા આપવાનો આદેશ આપ્યો.

જેલમાં આવો ખોરાક મળશે

જેલમાં આવો ખોરાક મળશે

એટલું જ નહિ કોર્ટે કેટલાક અન્ય મહત્વના આદેશ પણ જાહેર કર્યા. કોર્ટે ચિદમ્બરમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખતા તેમને નિયમિત રીતે જેલમાં દવાઓ આપવામાં આવે. તેમને સેલમાં વેસ્ટર્ન ટૉયલેટ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આઈએનએક્સ મીડિયા કેસ સાથે જોડાયેલ મની લોન્ડ્રિંગ મામલામાં ચિદમ્બરમ 15 દિવસથી સીબીઆઈની કસ્ટડીમાં હતા. સીબીઆઈએ 21 ઓગસ્ટે ચિદમ્બરમની ધરપકડ કરી હતી. જ્યારે કોર્ટના આદેશ બાદ જ્યારે ચિદમ્બરમને તેમની ન્યાયિક કસ્ટડી વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે હાલ મને માત્ર અર્થવ્યવસ્થાની ચિંતા છે.

જેલ જવાના સવાલ પર ચિદમ્બરમે કહ્યું, મને માત્ર અર્થતંત્રની ચિંતા છેજેલ જવાના સવાલ પર ચિદમ્બરમે કહ્યું, મને માત્ર અર્થતંત્રની ચિંતા છે

English summary
P chidambaram will held in which jail in tihar and what kind of food he will get? know here
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X