Padma Awards 2023 : ગુજરાતના હીરાબાઈ લોબીને પદ્મશ્રી, જાણો પદ્મ પુરસ્કાર વિજેતાઓની પુરી યાદી
2023 માટેના પદ્મ પુરસ્કારોની જાહેરાત થઈ ગઈ છે. આદિવાસી બાળકોના શિક્ષણનું કામ કરનારા ગુજરાતના હિરાબાઈ લોબીને પદ્મશ્રીથી સન્માનિત કરાયા છે.
નવી દિલ્હી : ભારત તેના 74માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવા જઈ રહ્યો છે ત્યારે સરકારે પદ્મ પુરસ્કારની જાહેરાત કરાઈ છે. ગણતંત્ર દિવસની પુર્વ સંધ્યાએ સરકારે 2023 માટેના પદ્મ પુરસ્કાર વિજેતાઓના નામ જાહેરાત કર્યા છે. આ વખતે એક પદ્મ વિભૂષણ અને 25 પદ્મશ્રીના નામ જાહેર કરાયા છે. આ યાદીમાં મુલાયમ સિંહ યાદવને પદ્મ વિભૂષણ અને ડૉ. દિલીપ મહાલનાબીસને પદ્મ વિભૂષણ એનાયત કરાયા છે.

ડૉ. દિલીપ મહાલનાબીસ ઓઆરએસની શોધ માટે તેમને આ સન્માન આપવામાં આવ્યું છે. આ સિવાય રતન ચંદ્રકરને પદ્મશ્રીથી સન્માનિત કરાયા છે. રતન ચંદ્રાકરને આંદામાનના જારાવા જનજાતિમાં ઓરીને લઈને કામગીરી માટે સન્માનિત કરવામાં આવ્યા છે.
આ યાદીમાં એક ગુજરાતી નામ હીરા બાઈ લોબીનું પણ છે. તેમને સીદી આદિવાસીઓના બાળકોના શિક્ષણ માટે તેમના યોગદાન માટે સન્માનિત કરાયા છે. આ સિવાય મુનીશ્વર ચંદર દાવરને પણ પદ્મશ્રીથી સન્માનિત કરાયા છે. તે મુળ જબલપુરના છે અને છેલ્લા 50 વર્ષથી વંચિતોની સેવા કરી રહ્યા છે. આ સિવાય હેરાકા ધર્મની જાળવણી અને સંરક્ષણ માટે જીવન સમર્પિત કરનાર દિમા હસાઓના નાગા સામાજિક કાર્યકર રામકુઇવાંગબે નુમેને સામાજિક કાર્ય માટે પદ્મશ્રીથી નવાજાયા છે.
#PadmaAwards2023 | ORS pioneer Dilip Mahalanabis to receive Padma Vibhushan (posthumous) in the field of Medicine (Pediatrics).
— ANI (@ANI) January 25, 2023
25 other personalities across various walks of life to receive Padma Shri. pic.twitter.com/nIFthqsogE
તેલંગાણાના 80 વર્ષીય ભાષાશાસ્ત્રના પ્રોફેસર બી. રામકૃષ્ણ રેડ્ડીને સાહિત્ય અને શિક્ષણ માટે, કાંકેરના ગોંડ આદિવાસી વુડ કાર્વર અજય કુમાર મંડાવીને કલા માટે,આઈઝવાલના મિઝો લોક ગાયક કે.સી. રણરેમસાંગીને પદ્મશ્રી અને જલપાઈગુડીના 102 વર્ષીય સંરિંદા ઉસ્તાદ મંગલા કાંતિ રોયને કલા માટે પદ્મશ્રી એનાયત કરાશે.












Click it and Unblock the Notifications
