For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: પદ્મશ્રી નિર્મલ સિંહનું નિધન, કોરોના વાયરસથી સંક્રમિત હતા

Coronavirus: પદ્મશ્રી નિર્મલ સિંહનું નિધન, કોરોના વાયરસથી સંક્રમિત હતા

|
Google Oneindia Gujarati News

ચંદીગઢઃ સ્વર્ણ મંદિરના પૂર્વ 'હજૂરી રાગી' જ્ઞાની નિર્મલ સિંહનું આજે સવારે નિધન થઈ ગયું. નિર્મલ સિંહ કોરોના વાયરસથી સંક્રમિત હતા અને તેમને વેંટિલેટર પર રાખવામાં આવ્યા હતા. બુધવારે તેમના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. 62 વર્ષના નિર્મલના નિધનની જાણકારી પંજાબના ડિઝાસ્ટર મેનેજમેન્ટના વિશેષ મુખ્ય સચિવ કેબીએસ સિંધુએ મીડિયાને આપી.

Coronavirus

રિપોર્ટ મુજબ નિર્મલ સિંહ ફેબ્રુઆરીમાં વિદેશથી પરત ફર્યા હતા અને તેમણે કેટલાય ધાર્મિક કાર્યક્રમોમાં હાજરી આપી હતી. શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ તેમને હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ટેસ્ટ દરમિયાન તેમને કોરોના સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ હતી. નિર્મલ સિંહને 2009માં પદ્મશ્રી પુરસ્કારે નવાજ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે 29 ફેબ્રુઆરીએ તબલાવાદક જાકિર હુસૈન સાથે પણ તેમણે સ્વર્ણ મંદિરમાં એક કાર્યક્રમ કર્યો હતો.

ભારતમાં કોરોના વાયરસથી અત્યાર સુધી 41 લોકોના મોત થઈ ચૂક્યાં છે જ્યારે આ વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યામાં તેજીથી વધારો થયો છે. ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 1834 થઈ ગઈ છે, જેમાંથી 144 લોકો ઠીક થઈ ઘરે જઈ ચૂક્યા છે. પાછલા ચોવિસ કલાકમાં દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 437 થઈ હતી.

દિલ્હીના નિજામુદ્દીન મરકજ કોરોના વાયરસનું સૌથી મોટું હૉટસ્પૉટના રૂપમાં સામે આવ્યું છે. દેશના વિવિધ ભાગોમાં હવે આ કાર્યક્રમમાં સામેલ થનારાઓને પકડવામાં આવી રહ્યા છે અને તેમને ઈલાજ માટે અલગ કરવામાં આવી રહ્યા છે. ભારતમા ંકોરોના વાયરસના સંક્રમણને ફેલતું રોકવા માટે 21 દિવસનું લૉકડાઉન છે. આ દરમિયાન લોકોને સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવાની વારંવાર અપીલ કરવામાં આવી રહી છે. જ્યારે લોકોને પણ પોતપોતાના ઘરોમાં રહેવા માટે કહેવામાં આવી રહ્યું છે.

મુંબઈઃ એશિયાની સૌથી મોટી સ્લમમાં કોરોનાની એન્ટ્રી, ધારાવીમાં એક શખ્સનું મોતમુંબઈઃ એશિયાની સૌથી મોટી સ્લમમાં કોરોનાની એન્ટ્રી, ધારાવીમાં એક શખ્સનું મોત

English summary
Padma Shri awardee and former 'Hazuri Raagi' at Golden Temple Nirmal singh dies of coronavirus
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X