For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પદ્મશ્રીથી સમ્માનિત બંગાળી વણકર બીરેને ભેટમાં આપી આ વિશેષ સાડી, પીએમે માન્યો આભાર

પદ્મશ્રી પુરસ્કારથી સમ્માનિત બંગાળી વણકર બીરેન કુમાર બસાકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક વિશેષ સાડી ભેટમાં આપી.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે હાલમાં જ દેશની ઘણી મહાન વિભૂતિઓને પદ્મશ્રી અવૉર્ડથી સમ્માનિત કરી. આ લોકોમાં પશ્ચિમ બંગાળના વણકર બીરેન બસાક પણ શામેલ હતા. પદ્મશ્રી પુરસ્કારથી સમ્માનિત બંગાળી વણકર બીરેન કુમાર બસાકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક વિશેષ સાડી ભેટમાં આપી. સાડીમાં નાગરિકોને સંબોધિત કરીને પ્રધાનમંત્રીનુ પેઈન્ટીંગ જોવા મળી રહ્યુ છે.

pm modi

આ વિશેષ ઉપહારથી પ્રધાનમંત્રી ઘણા પ્રભાવિત થયા અને તેમણે બસાકને ટ્વિટર પર એક પોસ્ટ દ્વારા આભાર માન્યો. પીએમ મોદીએ લખ્યુ, 'બીરેન કુમાર બસાક પશ્ચિમ બંગાળના નાદિયાના છે. તે એક પ્રતિષ્ઠિત વણકર છે જે પોતાની સાડીઓ ભારતીય ઈતિહાસ અને સંસ્કૃતિના વિવિધ પાસાંઓને દર્શાવે છે. પદ્મ પુરસ્કાર વિજેતાઓ સાથે વાતચીત દરમિયાન તેમણે મને કંઈક એવી ભેટ આપી જે ખૂબ ગમી છે.'

બસાકે મીડિયાને આપેલા પોતાના ઈન્ટરવ્યુમાં જણાવ્યુ કે, 'અમે રોજ સવારે કોલકત્તા ટ્રેનથી જતા હતા. હું અને મારો ભાઈ, સાડીઓના બંડલ લઈને રસ્તા પર ચાલીને દરવાજો ખખડાવતા સાડી વેચતા હતા. એક દિવસમાં સાડીઓની કિંમતમાંથી 15 રૂપિયાથી 35 રૂપિયા વચ્ચે કમાતા હતા. ધીમે-ધીમે અમારે મોટી સંખ્યામાં ગ્રાહકો બની ગયા.'

તેમણે જણાવ્યુ કે હું વર્તમાન સમયમાં લગભગ 5000 કારીગરો સાથે કરુ છુ જેમાંથી 2000 મહિલાઓ છે. તેમણે પોતાની આજીવિકા કમાવવાની એક રીત શોધી લીધી છે અને આત્મનિર્ભર બની ગયા છે. તેમણે કહ્યુ કે આ પદ્મશ્રી પુરસ્કારના વાસ્તવિક હકદાર આ કારીગર છે અને હું તેમનો પણ આભાર માનુ છુ.

તમને જણાવી દઈએ કે બસાકના ખાસ ગ્રાકરોમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, સૌરવ ગાંગુલી, આશા ભોંસલે અને લતા મંગેશકર પણ શામેલ છે. સત્યજીત રે અને હેમંત મુખોપાધ્યાય પણ તેમના કસ્ટમર રહ્યા છે. વર્ષ 2013માં બસાકને તેમના શિલ્પ કૌશલ માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો. હાથે વણેલી સાડી પર રામાયણનુ ચિત્રણ કરવા માટે તેમને યુકે સ્થિત વર્લ્ડ રેકૉર્ડ યુનિવર્સિટીમાંથી ડૉક્ટરેટની માનદ ઉપાધિથી સમ્માનિત કરવામાં આવી ચૂક્યા છે.

English summary
Padma Shri awardee Bengali weaver Biren presented this special sari to PM Modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X