
પદ્મ વિભૂષણ ઈતિહાસકાર બાબાસાહેબ પુરંદરેનુ 99 વર્ષની ઉંમરે નિધન, શિવાજી મહારાજ પર લખ્યુ હતુ પુસ્તક
પૂણેઃ ભારતના બીજા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ વિભૂષણથી સમ્માનિત પ્રસિદ્ધ લેખક તેમજ ઈતિહાસકાર બાબાસાહેબ પુરંદરેનુ નિધન થઈ ગયુ છે. તેઓ 99 વર્ષના હતા તબિયત બગડતા તેમને પૂણેની દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યાં તેમને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા. ડૉક્ટરોએ સોમવારે સવારે 5 વાગે તેમને મૃત જાહેર કર્યા હતા. હવે આજે સવારે 10.30 વાગે પૂણેના વેંકુઠ સ્મશાન ઘાટમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

કોણ હતા બાબાસાહેબ પુરંદરે, કેવી રીતે થયુ મોત?
બાબાસાહેબ પુરંદરેના નજીકના લોકોના જણાવ્યા મુજબ શનિવારે બાથરુમમાં પડી ગયા બાદ ઈતિહાસકાર લેખક બાબાસાહેબ પુરંદરેને પૂણેની દીનાનાથ મંગેશકર હોસ્પિટમાં આઈસીયુમાં રાખવામાં આવ્યા હતા. જો કે, તેમનો જીવ બચાવી શકાયો નહોતો અને સોમવારે સવારે 5 વાગે પદ્મવિભૂણ બાબાસાહેબ પુરંદરેનુ નિધન થઈ ગયુ. ડૉક્ટરોએ જણાવ્યુ કે તેઓ 99 વર્ષના હતા અને પૂણેની હોસ્પ્ટિલમાં લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા.

છત્રપતિ શિવાજી મહારાજ પર લખ્યા હતા આલેખ
મહારાષ્ટ્રમાં બાબાસાહેબ પુરંદરેનુ નામ ખૂબ આદરથી લેવામાં આવે છે કારણકે તેમણે છત્રપતિ શિવાજી મહારાજ પર લખેલા આલેખોના કારણે સમ્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે શિવાજીના શાસનના સમયેની રાજ્ય વ્યવસ્થા, તેમના પ્રશાસન અને કિલ્લાઓ પર ઘણા પુસ્તકો લખ્યા. છત્રપતિના જીવન પર બાબાસાહેબ પુરંદરેએ એક લોકપ્રિય નાટક 'જાંતા રાજા'નુ પણ નિર્દેશન કર્યુ હતુ.

2019માં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા
બાબાસાહેબ પુરંદરેનો 2015માં રાજ્ય સરકાર પાસેથી મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર મળ્યો. આ ઉપરાંત 2019માં તેમને ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ વિભૂષણ મળ્યો. આ રીતે બાબાસાહેબ પુરંદરે એક પ્રસિદ્ધ લેખક, ઈતિહાસકાર અને રંગમંચના વ્યક્તિત્વ હતા.

મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીએ વ્યક્ત કર્યુ દુઃખ
બાબાસાહેબ પુરંદરેના નિધન પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વિટમાં લખ્યુ, 'શિવશાહીર બાબાસાહેબ પુરંદરેનુ નિધન ઈતિહાસ અને સંસ્કૃતિની દુનિયામાં એક મોટુ શૂન્ય છોડે છે. તેમના કારણે આવનારી પેઢીઓ છત્રપતિ શિવાજી મહારાજ સાથે જોડાશે.'