હૈદરાબાદ વિસ્ફોટો પાછળ પાકિસ્તાનઃ અડવાણી

lk advani
મુંબઇ, 23 ફેબ્રુઆરીઃ ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ 21 ફેબ્રુઆરીએ હૈદરાબાદમાં થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટ માટે પાકિસ્તાનને જવાબદાર ઠેરવ્યું છે, કહ્યું કે આ ભારત વિરુદ્ધના પ્રોક્ષી વોરમાં સામેલ છે.

અડવાણીએ કહ્યું, 'પાડોશી દેશે ગત કેટલાક દશકામાં ભારત વિરુદ્દ યુદ્ધ કર્યું, પરંતુ તેમાં તેને સફળતા મળી નહી, તેથી તેણે પ્રોક્ષી વોર શરૂ કર્યું છે.'

તેમણે કહ્યું, 'પાડોશી દેશે ભારતમાં સમસ્યાઓ ઉભી કરવા માટે આતંકવાદનો સહારો લીધો છે, તેમાં કોઇ શંકા નથી કે હૈદરાબાદ વિસ્ફોટોમાં પાકિસ્તાનનો હાથ છે.'

અડવાણીએ કહ્યું કે પાકિસ્તાને વાજપાયી અને મુશર્રફ વચ્ચે બેઠક દરમિયાન કરવામાં આવેલી એ પ્રતિબદ્ધતાનો અમલ કરવો જોઇએ કે, ભારત વિરુદ્ધ આતંકવાદી ઘટનાઓ માટે તે પોતાની જમીનનો ઉપયોગ કરવા નહીં દે.

તેમણે કહ્યું કે, પાકિસ્તાન હૈદરાબાદ વિસ્ફોટોથી પોતાને અલગ કરી શકે નહીં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X