For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજથી 3 દિવસ માટે પાક. ગૃહમંત્રી ભારતની મુલાકાતે

|
Google Oneindia Gujarati News

rehman malik
નવી દિલ્હી, 14 ડિસેમ્બર: પાકિસ્તાનના આંતરિક સુરક્ષામંત્રી રહેમાન મલિક આજથી ત્રણ દિવસ માટે ભારત પ્રવાસ પર આવી રહ્યા છે. રહેમાન મલિક આજથી ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે સાથે મુલાકાત કરશે. આ ઔપચારિક મુલાકાતમાં ભારત પાકિસ્તાન વચ્ચે સપ્ટેમ્બરમાં થયેલી નવી વીઝા સમજૂતીને અંતિમ ઓપ આપવામાં આવશે.

8 સપ્ટેમ્બર 2012ના રોજ ઇસ્લામાબાદ પ્રવાસ દરમિયાન પૂર્વ વિદેશમંત્રી એસએમ કૃષ્ણા અને પાકિસ્તાની સમકક્ષ હિના રબ્બાની ખારની મુલાકાતમાં આ અંગે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. નવા વીઝા સમજૂતીને પાકિસ્તાની રાષ્ટ્રપતિએ 20 નવેમ્બર 2012ના રોજ મંજૂરી આપી દીધી હતી.

વીઝા સમજૂતી ઉપરાંત મલિક અને શિંદેની મુલાકાતમાં મુંબઇ હુમલાની તપાસનો મુદ્દો પણ કેન્દ્ર સ્થાને રહેશે. નવી દિલ્હી અને રાવલપિંડીની વિશેષ કોર્ટમાં 26/11 હુમલાના 7 ગુનેગારોના કેસ સાથે સંકળાયેલ અપડેટ્સ માંગશે. આતંકીઓના અવાજના નમૂના ભારતીય તપાસ એજન્સીઓને સોંપવા માટે ઇસ્લામાબાદ તરફથી લેવામાં આવતા પગલાં પર પણ ચર્ચા કરાશે. બીજી બાજું પાકિસ્તાન તરફથી સમજુતી હુમલાની તપાસનો મુદ્દો ઉઠાવવામાં આવી શકે છે.

English summary
Indian high commissioner meets Pakistan interior minister Rehman Malik.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X