For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફક્ત સુષ્મા સ્વરાજ માટે પાકિસ્તાને એરસ્પેસ ખોલ્યું

ભારતમાં નવી સરકાર બન્યા પછી અને નરેન્દ્ર મોદી ફરી પ્રધાનમંત્રી બન્યા પછી પાકિસ્તાનમાં હલચલ ઝડપી થઇ ચુકી છે.

|
Google Oneindia Gujarati News

ભારતમાં નવી સરકાર બન્યા પછી અને નરેન્દ્ર મોદી ફરી પ્રધાનમંત્રી બન્યા પછી પાકિસ્તાનમાં હલચલ ઝડપી થઇ ચુકી છે. ભારત સાથે સંબંધો સારા કરવા માટે પાકિસ્તાને પોતાના વર્તનમાં મોટો બદલાવ કરતા ભારતના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજની ફલાઇટ માટે પોતાની એરસ્પેસ ખોલ્યું અને તેમની ફ્લાઈટને કિર્ગીસ્તાન જવાનો રસ્તો આપ્યો. ધ હિન્દૂ ઘ્વારા આ વાતની જાણકારી આપવામાં આવી છે.

આ પણ વાંચો: ભાજપે કાપી હતી 120 સાંસદોની ટિકિટ, કેટલા નવા ચહેરો પહોંચ્યા સંસદમાં?

બાલાકોટ એર સ્ટ્રાઇક પછી એરસ્પેસ બંધ હતું

બાલાકોટ એર સ્ટ્રાઇક પછી એરસ્પેસ બંધ હતું

સુષ્મા સ્વરાજ માટે પાકિસ્તાન ઘ્વારા મંજૂરી ત્યારે આવી જયારે તેમના જ દેશના હજારો ટ્રાવેલરોને એરસ્પેસ બંધ હોવાને કારણે ટિકિટ કેન્સલ કરાવી પડી રહી છે. પાકિસ્તાનને ફ્લાઈટ મોડી અને મોંઘી ટિકિટો જેવી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. બાલાકોટ એર સ્ટ્રાઇક પછી એરસ્પેસ બંધ રાખવામાં આવ્યું હતું.

ભારતે મંજૂરી માંગી હતી

ભારતે મંજૂરી માંગી હતી

પાકિસ્તાન વિદેશ મંત્રાલય પ્રવક્તા મોહમ્મદ ફેઝલ ઘ્વારા તેના પર નિવેદન આપવામાં આવ્યું છે તેમને જણાવ્યું કે ભારતે તેમની પાસે સુષ્મા સ્વરાજની ફ્લાઈટને પાકિસ્તાનથી પસાર થવાની મંજૂરી માંગી હતી અને અમે તેમને મંજૂરી આપી દીધી. દિલ્હીમાં પણ સરકાર સાથે જોડાયેલા નજીકના સૂત્રો ઘ્વારા તેની પુષ્ટિ કરવામાં આવી છે.

ફક્ત ચાર કલાકમાં સુષ્મા સ્વરાજ કિર્ગીસ્તાન પહોંચ્યા

ફક્ત ચાર કલાકમાં સુષ્મા સ્વરાજ કિર્ગીસ્તાન પહોંચ્યા

સુષ્મા સ્વરાજ 21 અને 22 મેં દરમિયાન બિશકેક માં હતા. અહીં એસસીઓ દેશોના વિદેશ મંત્રીઓનું સંમેલન હતું. આ સંમેલનમાં સુષ્મા સ્વરાજ સાથે પાકિસ્તાન વિદેશ મંત્રી મેહમુદ કુરેશીએ પણ ભાગ લીધો હતો. જો પાકિસ્તાન ઘ્વારા આ મંજૂરી નહીં આપવામાં આવતી તો સુષ્મા સ્વરાજને કિર્ગીસ્તાન પહોંચવામાં 8 કલાક લાગી જતા, પરંતુ પાકિસ્તાનની મંજૂરી પછી ફક્ત ચાર કલાકમાં સુષ્મા સ્વરાજ કિર્ગીસ્તાન પહોંચ્યા હતા. વિદેશ મંત્રાલય ઘ્વારા બંને નેતાઓ વચ્ચે કોઈ પણ પ્રકારની વાતચીતની ના પાડવામાં આવી છે.

પીએમ મોદીને પણ પાકિસ્તાન એરસ્પેસથી પસાર થવાનું છે

પીએમ મોદીને પણ પાકિસ્તાન એરસ્પેસથી પસાર થવાનું છે

એરસ્પેસ બંધ થવાને કારણે પાકિસ્તાનને અરબો રૂપિયાનું નુકશાન થઇ રહ્યું છે. છેલ્લા ત્રણ મહિનાથી એરસ્પેસ બંધ છે. ઘણી સેન્ટ્રલ એશિયન ફ્લાઈટ કેન્સલ કરવી પડી રહી છે. પાકિસ્તાન 30 મેં પછી જ એરસ્પેસ પર કોઈ નિર્ણય લેશે. પીએમ મોદીને પણ જૂન મહિનામાં કિર્ગીસ્તાન જવાનું છે.

English summary
Pakistan opens airspace for Sushma Swaraj
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X