For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આતંકી હુમલામાં પાકિસ્તાની કેદીનુ મોત, ત્રણ જવાન ઘાયલ

જમ્મુ કાશ્મીરના પુંછ જિલ્લામાં રવિવારે આતંકવાદીઓએ સુરક્ષાકર્મીઓ પર ફાયરિંગ કરી દીધુ. આ ફાયરિંગમાં એક પાકિસ્તાની આતંકવાદીનુ મોત થઈ ગયુુ.

|
Google Oneindia Gujarati News

શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના પુંછ જિલ્લામાં રવિવારે આતંકવાદીઓએ સુરક્ષાકર્મીઓ પર ફાયરિંગ કરી દીધુ. આ ફાયરિંગમાં એક પાકિસ્તાની આતંકવાદીનુ મોત થઈ ગયુુ. મહત્વની વાત એ છે કે જે પાકિસ્તાની આતંકવાદીનુ મોત થયુ છે તે સુરક્ષાકર્મીઓની કસ્ટડીમાં હતો પરંતુ સંયુક્ત સર્ચ પાર્ટી પર આતંકવાદીઓના હુમલા દરમિયાન આતંકવાદીનુ મોત થઈ ગયુ જ્યારે ત્રણ સુરક્ષાકર્મી ઘાયલ થઈ ગયા. પોલિસે એક પ્રવકતાને જણાવ્યુ કે આ હુમલામાં બે પોલિસકર્મી, એક સેનાનો જવાન અને કેદી જિયા મુસ્તફા ઘાયલ થઈ ગયો છે. જિયા મુસ્તફા આતંકી સંગઠન લશ્કર એ તૈયબાનો આતંકવાદી છે, તે ભટ્ટા દુરિયન જંગલમાં ફાયરિંગ દરમિયાન ઘાયલ થઈ ગયો હતો.

pulwama

નોંધનીય વાત એ છે કે 11 અને 14 ઓક્ટોબરે આતંકી હુમલામાં 9 જવાનોના મોત થઈ ગયા હતા. ત્યારબાદથી સુરક્ષાકર્મી સતત સર્ચ ઑપરેશન ચલાવી રહ્યા છે અને આતંકવાદીઓ સામે કાર્યવાહી કરી રહ્યા છે. રવિવારે આ સર્ચ ઑપરેશન 14માં દિવસે પહોંચી ગયુ. પોલિસ પ્રવકતાએ જણાવ્યુ કે મુસ્તફાને એ જગ્યાએ લઈ જવામાં આવ્યો જ્યાં આતંકવાદી છૂપાયા હતા. આતંકીઓની ઓળખ માટે મુસ્તફાને લઈ જવામાં આવ્યો હતો. સર્ચ ઑપરેશન દરમિયાન જ્યારે સુરક્ષાકર્મી ત્યાં પહોંચ્યા તો આતંકવાદીઓએ ફરીથી ફાયરિંગ શરૂ કરી દીધુ જેમાં બે પોલિસકર્મી અને એક સેનાનો જવાન ઘાયલ થઈ ગયો. આ દરમિયાન મુસ્તફાનો પણ ગોળી વાગી ગઈ, ભારે ગોળીબારના કારણે તેને એનકાઉન્ટર સ્થળથી બહાર ન કાઢી શકાયો.

જો કે બાદમાં જિયા મુસ્તફાના શબને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યો. ત્યારબાદ પાકિસ્તાની કેદના મોતની કાનૂની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યુ કે જિયા મુસ્તફા પાકિસ્તાનના રાવલપિંડીનો રહેવાસી છે. જિયા મુસ્તફાને 14 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. તપાસમાં એ વાત સામે આવી કે જિયા મુસ્તફાનો સંબંધ છૂપાયેલા આતંકવાદીઓ સાથે છે. ધરપકડ પહેલા જિયા મુસ્તફા એ રસ્તેથી ભારત આવ્યો હતો જ્યાં આતંકવાદીઓ છૂપાયા હતા. અધિકારીઓએ એ પણ જણાવ્યુ કે આ સર્ચ ઑપરેશન એ બે સીમાવર્તી જિલ્લાઓમાં ચાલી રહ્યુ છે, આ ઓપરેશન 11 ઓક્ટોબરના રોજથી શરૂ થયુ હતુ, આ દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષાકર્મીઓ પર હુમલો કરી દીધો હતો જેમાં 11 ઓક્ટોબરે પાંચ જવાન અને એક જેસીઓનુ મોત થઈ ગયુ હતુ.

English summary
Pakistan prisoner lost life in an firing many injured.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X