For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાને ભારતીય હાઇકમિશનને જારી કર્યું સમન

|
Google Oneindia Gujarati News

ઇસ્લામાબાદ, 8 ઑગસ્ટ : પાકિસ્તાને ઇસ્લામાબાદમાં ભારતીય હાઇકમિશનને સમન જારી કરીને દિલ્હી સ્થિત પાકિસ્તાની હાઇકમિશનની બહાર થયેલા પ્રદર્શનને ધ્યાનમાં રાખી ભારતમાં તેના કૂટનીતિ અભિયાનની સુરક્ષા ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે.

સમાચાર એજન્સી સિન્હુઆના જણાવ્યા અનુસાર પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના એક પ્રવક્તાએ જણાવ્યું કે નવી દિલ્હીમાં અમારા હાઇકમિશન અને પાકિસ્તાન હાઉસની બહાર બુધવારે કેટલાંક પ્રદર્શનકારીઓ આવી પહોંચ્યા હતા. આ પ્રદર્શનકારીઓએ પાકિસ્તાન વિરોધી સૂત્રોચ્ચાર કર્યો.

india pakistan
એજાજ અહમદ ચૌધરીએ એક વક્તવ્યમાં કહ્યું કે અમે વિદેશ કાર્યાલયમાં ભારતીય હાઇકમિશનને બોલાવીને આ વાત પર ભાર મૂક્યો છે કે પાકિસ્તાની હાઇકમિશન અને પાકિસ્તાન હાઉસની સુરક્ષાની જવાબદારી ભારત સરાકરની છે.

દિલ્હીમાં એક સૂત્રએ જણાવ્યું કે ભારતીય રાજનૈતિકને પાકિસ્તાન હાઉસ, પાકિસ્તાની હાઇકમિશન, અધિકારીઓ અને હાઇકમિશનના કર્મચારિઓની સુરક્ષા સુનિચ્છિત કરવાના સંબંધમાં સમન મોકલવામાં આવ્યું છે.

પોલીસે જણાવ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં પાંચ જવાનોની હત્યાના વિરોધમાં દિલ્હી સ્થિત પાકિસ્તાની હાઇકમિશન તરફ માર્ચ કરી રહેલા યુવા કોંગ્રેસના લગભગ 170 સભ્યોની ધરપકડ કરવામાં આવી છે.

English summary
Pakistan summons Indian diplomat over protests outside Delhi mission.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X