જમ્મુઃ પાકિસ્તાન તરફથી ફાયરિંગ સતત ચાલુ, કઠુઆના હીરાનગરમાં એકનું મોત

પાકિસ્તાન તરફથી સતત ફાયરિંગ સતત ચાલુ છે અને બુધવારે પાકે જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લામાં મોર્ટારથી ભારે ફાયરિંગ કરી. આ મોર્ટાર ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત નીપજ્યુ છે.

પાકિસ્તાન તરફથી સતત ફાયરિંગ સતત ચાલુ છે અને બુધવારે પાકે જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લામાં મોર્ટારથી ભારે ફાયરિંગ કરી. કઠુઆના હીરાનગર સેક્ટરમાં થયેલી આ મોર્ટાર ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત નીપજ્યુ છે અને બે વ્યક્તિ ઘાયલ થયા છે. મંગળવારે પાકના અખનૂર સેક્ટરમાં થયેલી ફાયરિંગમાં આઠ મહિનાના એક બાળકનું મોત નીપજ્યુ હતુ. મંગળવારે રાતે પણ પાકિસ્તાનના રેંજર્સ તરફથી ભારે ફાયરિંગ ચાલુ હતુ. પાકની ફાયરિંગનો આજે સતત ચોથો દિવસ છે.

pak

બીએસએફની 30 પોસ્ટને બનાવી નિશાન

પાકિસ્તાની રેંજર્સ ઈન્ટરનેશનલ બોર્ડર(આઈબી) પર બીએસએફની 30 પોસ્ટને નિશાન બનાવી રહી છે. પાક રેંજર્સની ફાયરિંગના કારણે જમ્મુના લગભગ બે ડઝન ગામો પ્રભાવિત થયા છે જે આઈબી પર છે. મંગળવાર અને બુધવારે થયેલી ફાયરિંગમાં અત્યાર સુધી કુલ સાત લોકો ઘાયલ થઈ ચૂક્યા છે. વળી, એક બીએસએફ જવાન પણ ફાયરિંગમાં ઘાયલ થયા છે. ગયા ગુરુવારે આ ફાયરિંગમાં બે નાગરિકોના મોત થયા હતા અને બીએસએફના જવાન સીતારામ ઉપાધ્યાય પણ શહીદ થઈ ગયા હતા. પાકની ફાયરિંગના કારણે આજે પણ જમ્મુ બોર્ડર પર સ્થિત બધી શાળાઓ અને કોલેજો બંધ છે અને સાથે જ લોકોને ફરીથી અપીલ કરવામાં આવી છે કે તે પોત-પોતાના ઘરોમાં જ રહે. મંગળવારે વળતી કાર્યવાહીમાં બીએસએફના પાકિસ્તાનની પાસવાં પોસ્ટ પર હાજર વૉચ ટાવરને ધ્વસ્ત કરી દીધો છે. આ ઉપરાંત બીએસએફએ પાકના બંકર્સને પણ તબાહ કરી દીધા છે.

પાકના ઘણા બંકર્સ તબાહ

રવિવારે પાકિસ્તાની રેંજર્સે બીએસએફને ફાયરિંગ રોકવાની અપીલ કરી હતી. રવિવારે જ બીએસએફની વળતી કાર્યવાહીમાં પાકિસ્તાનના સિયાળકોટ વિસ્તારમાં ઘણા લોકો માર્યા ગયા હતા. ત્યારબાદ પાકિસ્તાન કેટલીક મિનિટો માટે ચૂપ હતો. આ કાર્યવાહી બાદ પાકિસ્તાને બીએસએફને અપીલ કરી હતી કે ફાયરિંગ થોડાક દિવસો માટે બંધ કરી દેવામાં આવે. છેલ્લા ચાર દિવસોથી જમ્મુમાં ઈન્ટરનેશનલ બોર્ડર પર પાકિસ્તાન તરફથી ફાયરિંગ થઈ રહી હતી. પાકિસ્તાની રેંજર્સ રહેણાંક વિસ્તારોમાં પણ મોર્ટારથી હુમલો કરતા હતા. ત્યારબાદ બીએસએફે વળતી કાર્યવાહીમાં પાકિસ્તાનના ઘણા બંકર્સ તબાહ કરી દીધા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X