For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CAA પર ચાલી રહેલ વિવાદ વચ્ચે શિવસેનાએ કહ્યુ -પાકિસ્તાન અને બાંગ્લાદેશના મુસલમાનોને...

શિવસેનાના મુખપત્ર સામનામાં છપાયેલા સંપાદકીયમાં કહેવામાં આવ્યુ છે કે દેશમાં ઘૂસેલા પાકિસ્તાન અને બાંગ્લાદેશના મુસલમાનોને બહાર કરવા જોઈએ.

|
Google Oneindia Gujarati News

નાગરિકતા સુધારા કાયદા સામે દેશના ઘણા રાજ્યોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. જ્યારે બીજી તરફ પાકિસ્તાની અને બાંગ્લાદેશી ઘૂસણખોરોને દેશમાંથી બહાર કરવા અંગે ચર્ચા છેડાયેલી છે. આ મુદ્દે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પ્રમુખ રાજ ઠાકરેના નિવેદન બાદ હવે શિવસેનાના મુખપત્ર સામનામાં છપાયેલા સંપાદકીયમાં કહેવામાં આવ્યુ છે કે દેશમાં ઘૂસેલા પાકિસ્તાન અને બાંગ્લાદેશના મુસલમાનોને બહાર કરવા જોઈએ.

રાજ ઠાકરે પર પણ કર્યો કટાક્ષ

રાજ ઠાકરે પર પણ કર્યો કટાક્ષ

સામના દ્વારા શિવસેનાએ કહ્યુ કે દેશમાં ઘૂસેલા પાકિસ્તાન અને બાંગ્લાદેશના મુસલમાનોને બહાર કરવા જોઈએ એમાં કોઈ શંકા નથી. પરંતુ આના માટે ઝંડા બદલવા પડે એ મઝાનુ છે. રાજ ઠાકરે પર કટાક્ષ કરતા આ લેખમાં કહેવામાં આવ્યુ છે કે બે ઝંડાની યોજના બનાવવી, આ દુવિધા લપસતી ગાડીના લક્ષણ છે. તમને જણાવી દઈએ કે રાજ ઠાકરેની પાર્ટી મનસેએ પોતાના ઝંડાનો રંગ બદલી દીધો છે.

ભગવો તેમના ડીએનએમાં - રાજ ઠાકરે

ભગવો તેમના ડીએનએમાં - રાજ ઠાકરે

આ પહેલા મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ નાગરિકતા સુધારા કાયદાના સમર્થનનુ એલાન કર્યુ હતુ. રાજ ઠાકરેએ કહ્યુ હતુ કે ભગવો તેમના ડીએનએમાં છે. તેમણે કહ્યુ હતુ કે પાકિસ્તાન અને બાંગ્લાદેશના ઘૂસણખોરોને ઉઠાવીને બહાર કરી દેવા જોઈએ. રાજ ઠાકરેએ આ નિવેદન બાલાસાહેબ ઠાકરેની જયંતિના પ્રસંગે આપ્યુ હતુ. પાર્ટીના ઝંડાનો રંગ ભગવો કરવા પર રાજ ઠાકરેએ કહ્યુ કે ભગવો ઝંડો 2006થી મારા દિલમાં છે, ભગવો મારા ડીએનએમાં છે. હું એક મરાઠી છુ અને હિંદુ પણ છુ.

ઉદ્ધવ બોલ્યા - અમે અમારો ભગવો ઝંડો નથી બદલ્યો

ઉદ્ધવ બોલ્યા - અમે અમારો ભગવો ઝંડો નથી બદલ્યો

વળી, રાજ ઠાકરેના નિવેદન બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની પ્રતિક્રિયા પણ આવી હતી. બાલા સાહેબ ઠાકરેની જયંતિ પર એક સભાને સંબોધિત કરતા પોતાના પિતરાઈ ભાઈ અને મનસે પ્રમુખ રાજ ઠાકરે પર નિશાન સાધતા તેમણે કહ્યુ, અમે અમારો ભગવો ઝંડો નથી બદલ્યો, મારો રંગ અંદર અને બહાર બંને સમાન છે, અમારામાં કોઈ પરિવર્તન નથી થયુ, મારો રંગ ભગવ છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ મહારાષ્ટ્રમાં ભગવો લહેરાય, આ બાલાસાહેબ ઠાકરેનુ સપનુ છે, જેને તે જરૂર પૂરુ કરશે.

આ પણ વાંચોઃ નિર્ભયા કેસઃ તિહાર જેલમાં 'સુસાઈડ વૉચ' પર ચારે દોષી, 'હાઈ રિસ્ક' વૉર્ડમાં રખાયાઆ પણ વાંચોઃ નિર્ભયા કેસઃ તિહાર જેલમાં 'સુસાઈડ વૉચ' પર ચારે દોષી, 'હાઈ રિસ્ક' વૉર્ડમાં રખાયા

English summary
Pakistani and Bangladeshi Muslims entered in the country should be thrown out said in Shiv Sena Saamana editorial.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X