ભારતીય સરહદ પરથી 4 પાકિસ્તાનીઓની ધરપકડ

એસએસબીના સૂત્રોએ આજે અહીં જણાવ્યું ભારત-નેપાળ સીમા પર ભારતીય સરહદમાં ગઇકાલે દાખલ થયેલા રફી ભટ (40), તેમની પત્ની આલીઝા (38) તથા તેમના બે બાળકો સૂલેહ (12) તથા નૂર (8)ને રોકીને તેમના પાસપોર્ટ અને વીઝા માગ્યા. તેમણે જે પાસપોર્ટ બતાવ્યા તો તે પાકિસ્તાનના હતા અને તેમની પાસે વીઝા ન્હોતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર પકડાયેલ દંપતિએ જણાવ્યું કે તે લોકો પાકિસ્તાનથી વિમાન દ્વારા કાઠમંડુ આવ્યા હતા અને ત્યાથી તેઓ જમ્મુ-કાશ્મીર આવી રહ્યા હતા. તેમણે જણાવ્યું કે ધરપકડ કરાયેલ આ પાકિસ્તાની પરિવાર પાસેથી કોઇ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. જોકે સ્થાનિય પોલીસ તેમના દાવાઓની તપાસ કરી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ભારતીય સરહદ પર પાકિસ્તાની સેના દ્વારા બે ભારતીય જવાનોની હત્યા કર્યા બાદ સરહદી સુરક્ષા વધારી દેવામાં આવી છે. તેમજ હેદરાબાદમાં થયેલા બ્લાસ્ટના પગલે સમગ્ર દેશમાં એલર્ટ જારી કરી દેવાયું છે.












Click it and Unblock the Notifications
