મૃત્યુના 4 મહિના પછી ઓમ પુરીના ભૂતે ઊભો કર્યો વિવાદ

Written By:
Subscribe to Oneindia News

ફરી એકવાર પાકિસ્તાની મીડિયા એ ખૂબ અજીબ દાવો કર્યો છે. પાકિસ્તાનની એક ન્યૂઝ ચેનલનો દાવો છે કે, તેમના કેમેરામાં સ્વર્ગીય અભિનેતા ઓમ પુરી ની આત્મા કેદ થઇ છે. આ ન્યૂઝ ચેનલનું કહેવું છે કે, ઓમ પુરીની આત્મા મુંબઇ ના રસ્તાઓ પર ભટકી રહી છે અને પોતાના મૃત્યુનો બદલો લેવા આતુર છે.

om puri

ઓમ પુરીના ઘર પાસે ભટકે છે તેમની આત્મા

આ વીડિયોમાં પાકિસ્તાની ન્યૂઝ ચેનલના એન્કર આમિર લિયાકત કહેતા જોવા મળે છે કે, ઓમ પુરીની આત્મા છેલ્લા કેટલાયે દિવસોથી એ સોસાયટીમાં ભટકી રહી છે, જ્યાં તેમનું ઘર હતું. આ સંબંધિત એક વીડિયો પણ તેમણે બતાવ્યો છે, જેમાં સફેદ કફનીમાં એક છાયા બિલ્ડિંગ પાસે ફરતી જોવા મળે છે. પાકિસ્તાની મીડિયાનો આ દાવો છે કે, આ ઓમ પુરીની આત્મા છે, જે બદલો લેવા માટે ભટકી રહી છે.

સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સામે લેશે બદલો

પાકિસ્તાની મીડિયાએ આ સંપૂર્ણ મામલે ભારતના સુરક્ષા સલાહકાર અજીત ડોભાલનું નામ પણ ઉછાળ્યું છે. પાક. મીડિયાનું કહેવું છે કે, ઓમ પુરીની આત્મા અજીત ડોભાલ સામે પોતાની હત્યોનું વેર વાળવા માંગે છે. ઉલ્લેખનીય છે કે, ઓમ પુરીના મૃત્યુ બાદ આ પાક. ચેનલે જ દાવો કર્યો હતો કે, ઓમ પુરીની હત્યા કરવામાં આવી છે. તેમણે આ હત્યાનો આરોપ પીએમ મોદી અને ડોભાલ પર લગાવ્યો હતો. પાક. મીડિયાનું કહેવું હતું કે, ઓમ પુરીએ પાકિસ્તાની એક્ટર્સના નિવાદ મામલે પાકિસ્તાનનો પક્ષ લીધો હતો અને આ કારણે જ મોદી અને ડોભાલ દ્વારા ઓમ પુરીની હત્યા કરવામાં આવી છે.

આવો જોઇએ પાકિસ્તાની મીડિયા અનુસાર તેમના કેમેરામાં કેદ થયેલ ઓમ પુરીની આત્માનો વીડિયો..

English summary
Pakistani News Channel Says that Om Puri’s Ghost Is Seeking Revenge. Viral Video.
Please Wait while comments are loading...