ભારતીય વાયુસેનાની જાસૂસી કરતો પાકિસ્તાની પકડાયો

jaguar-air-show
જયપુર, 25 ફેબ્રુઆરીઃ રાજસ્થાનના જૈસલમેર જિલ્લાના ચાંઘન ફાયરિંગ રેન્જમાં ગત સપ્તાહે થયેલા યુદ્ધાભ્યાસ 'આયરન ફિસ્ટ-2013'માં ભારતીય વાયુ સેનાની જાસૂસી કરનારો એક પાકિસ્તાની જાસૂસ પકડાયો છે.

સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર કથિત જાસૂસ સુમેર ખાનને જેસલમેરના પોખરણમાં અટકાયતમાં લેવામાં આવ્યો છે. મામલાની વધુ તપાસ અર્થે સુમેર ખાનને જયપુર મોકલવામાં આવ્યો છે.

સ્થાનિક સૂત્રોએ આપેલી માહિતી અનુસાર વાયુસેનાની જાસૂસીનો આ આરોપી પોખરણ ક્ષેત્રના કરમોંની ઢાણીનો રહેવાસી છે. જાણકારી અનુસાર ભારતીય વાયુસેના જ્યારે'આયરન ફિસ્ટ 2013'માં પોતાની તાકતનો પરચો આપતીવેળા પોતાની ક્ષમતાઓના બહુઆયામી પ્રદર્શન કરી રહી હતી, ત્યારે કથિત જાસૂસ પોતાના લેપટોપ થકી આ તમામ માહિતી પાકિસ્તાન મોકલી રહ્યો હતો.

નોંધનીય છે કે, રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહ, રાજ્યપાલ મોરગેટ અલ્વા, મુખ્યમંત્રી અશોક ગહલોત, કેન્દ્રિય રક્ષામંત્રી એકે એન્ટની, રક્ષા રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહ પણ સેનાના યુદ્ધાભ્યાસના સાક્ષી બન્યા હતા. આ દરમિયાન વાયુસેનાના જાંબાજોએ યુદ્ધાભ્યાસમા અત્યાધુનિક સંચાર અને ટેક્નિકલ ઉપકરણો, સૈન્ય વિદ્યાઓ, વાયુયાનો, હેલિકોપ્ટર, એરક્રાફ્ટ, બમવર્ષક વિમાનો દ્વારા લક્ષ્યોને ભેદવાનું શાનદાર પ્રદર્શન કર્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X