For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Palghar Mob Lynching: મહારાષ્ટ્રમાં રાવણ રાજ, 3 મે બાદ લાખો કરોડો નાગ કૂચ કરશેઃ મહંત નરેન્દ્ર ગિરી

Palghar Mob Lynching: મહારાષ્ટ્રમાં રાવણ રાજ, 3 મે બાદ લાખો કરોડો નાગ કૂચ કરશેઃ મહંત નરેન્દ્ર ગિરી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના પાલઘરમાં જેવી રીતે ભીડે બે સાધુની હત્યા કરી દીધી તે બાદ સાધૂ સમાજમાં જબરદસ્ત ગુસ્સો જોવા મળી રહ્યો છે. અખાડા પરિષદના અધ્યક્ષ નરેન્દ્ર ગિરીએ મહારાષ્ટ્ર સરકાર પર તીખો હુમલો બોલતા કહ્યું કે મહારાષ્ટ્રમાં રાવણની સરકાર છે. કહ્યું કે જો અમને ઉચ્ચિત ન્યાય ના મળ્યો તો લાખો-કરોડો નાગ સાધૂ મહારાષ્ટ્રમાં કૂચ કરશે. જેની સાથે જ નરેન્દ્ર ગિરીએ આ ઘટના પર મહારાષ્ટ્ર પોલીસ અને સરકાર પર સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે આખરે પોલીસવાળાઓની સામે જ બે સાધુની હત્યા કેવી રીતે કરી દેવામાં આવી.

આખરે આટલી ભીડ કેવી રીતે એકઠી થઈ ગઈ

આખરે આટલી ભીડ કેવી રીતે એકઠી થઈ ગઈ

નરેન્દ્ર ગિરીએ કહ્યુ્ં કે જેવી રીતે રાજ્યમાં લૉકડાઉન છે, છતાં આટલી મોટી સંખ્યામાં લોકોની ભીડ એકઠી થઈ ગઈ અને પોલીસ ત્યાં મૂકદર્શક બની રહી. આ દર્શાવે છે કે મહારાષ્ટ્રની પોલીસ સંપૂર્ણપણે અક્ષમ છે. જણાવી દઈએ કે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં ચોર હોવાના શકમાં ગુરુવારે રાતે ત્રણ લોકોની ભીડે ઢોર માર મારી હત્યા કરી દેવાના મામલામાં રાજ્ય સરકારે ઉચ્ચ સ્તરીય તપાસનો આદેશ આપ્યો છે. રાજ્યના ગૃહ મંત્રી અનિલ દેશમુખે રવિવારે આ જાણકારી આપી. દેશમુખે આ ઘટનાને કોઈ સાંપ્રદાયિક રંગ ના આપવાની ચેતાવણી આપી છે.

ગૃહમંત્રીએ ટ્વીટ કરી જાણકારી આપી

ગૃહમંત્રીએ ટ્વીટ કરી જાણકારી આપી

ગૃહમંત્રી અનિલ દેશમુખે ટ્વીટ કર્યું, સુરત જઈ રહેલ ત્રણ લોકોની પાલઘરમાં હત્યામાં સંલિપ્ત 101 લોકોની પોલીસે ધરપકડ કરી લીધી છે. હત્યાના મામલામામં મેં ઉચ્ચ સ્તરીય તપાસનો આદેશ આપ્યો છે, આ ઘટના દ્વારા લોકોમાં નફરત પેદા કરવા માંગે છે તેવા લોકો સામે બાજ નજર રાખવામાં આવી રહી છે, પાલઘરની ઘટનામાં જે લોકો મૃત્યુ પામ્યા અને જે લોકોએ હુમલો કર્યો તેઓ અલગ અલગ ધર્મના નહોતા.

શું છે સમગ્ર મામલોપાલઘરમાં ગુરુવારે ગ્રામીણોએ ત્રણ લોકોને ચોર સમજી મારી નાખ્યા હતા. મૃતકની ઓળખ 35 વર્ષીય સુશીલગિરી મહારાજ, 70 વર્ષીય ચિકણે મહારાજ કલ્પવૃક્ષગિરી અને 30 વર્ષીય નિલેશ તેલગડેના રૂપમાં થઈ છે, નિલેશ સાદુઓનો ડ્રાઈવર હતો. આ ત્રણ લોકો મુંબઈથી સુરત કોઈ અંતિમ ક્રિયામાં સામેલ થવા જઈ રહ્યા હતા. પાલઘર જિલ્લાના એક ગામમાં 100થી વધુ લોકોની ભીડ એકઠી થઈ તેમના પર ટૂટી પડી. ગ્રામીણોએ પોલીસની ગાડી પર પણ હુમલો કર્યો હતો, ઘટના બાદ બે પોલીસ કર્મચારીઓને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

પાલઘરમાં ગુરુવારે ગ્રામીણોએ ત્રણ લોકોને ચોર સમજી મારી નાખ્યા હતા. મૃતકની ઓળખ 35 વર્ષીય સુશીલગિરી મહારાજ, 70 વર્ષીય ચિકણે મહારાજ કલ્પવૃક્ષગિરી અને 30 વર્ષીય નિલેશ તેલગડેના રૂપમાં થઈ છે, નિલેશ સાદુઓનો ડ્રાઈવર હતો. આ ત્રણ લોકો મુંબઈથી સુરત કોઈ અંતિમ ક્રિયામાં સામેલ થવા જઈ રહ્યા હતા. પાલઘર જિલ્લાના એક ગામમાં 100થી વધુ લોકોની ભીડ એકઠી થઈ તેમના પર ટૂટી પડી. ગ્રામીણોએ પોલીસની ગાડી પર પણ હુમલો કર્યો હતો, ઘટના બાદ બે પોલીસ કર્મચારીઓને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

ગુજરાતમાં કોરોનાના 1851 દર્દી પોઝિટિવ, અમદાવાદમાં નવા 91 કેસ નોંધાયાઃ જયંતિ રવિગુજરાતમાં કોરોનાના 1851 દર્દી પોઝિટિવ, અમદાવાદમાં નવા 91 કેસ નોંધાયાઃ જયંતિ રવિ

English summary
Palghar lynching: Mahant Narendra Giri says there is Ravan Raj in Maharashtra.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X