Parliament Monsoon Session : ઉદ્ધાટન થયા બાદ પણ જૂના સંસદ ભવનમાં કેમ યોજાયું મોન્સુન સત્ર, જાણો કારણ

Parliament Monsoon Session : સંસદનું ચોમાસુ સત્ર શરૂ થવા જઇ રહ્યું છે. વિપક્ષના નેતા પણ ટૂંક સમયમાં INDIAના બેનર હેઠશમાં પોતાના એજેન્ડાને લઇને ભાગ લેશે. જોકે, એક વાત જાણીને આશ્ચર્ય થાય છે કે, આ તમામ ઘટનાઓ ઐતિહાસિક ભવનમાં થશે.

વડાપ્રધાન અને તેમની કેબિનેટના સભ્યો પણ જૂના ભવનના કાર્યાલયના કામકાજની ફોર્માલિટિસ પૂરી કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોનસૂન સત્રમાં સંસદ ભવનનું ઉદ્ઘાટન કરી ચૂક્યા છે.

Parliament Monsoon Session

આવી સ્થિતિમાં એક મોટો સવાલ એ ઉઠ્યો છે કે, ઉદ્ઘાટન બાદ પણ જૂની બિલ્ડિંગમાંથી ચોમાસુ સત્ર કેમ? તો પછી તેના ઉદ્ઘાટનનો અર્થ શું? આ પ્રશ્નના જવાબમાં સંસદીય સચિવાલયના અધિકારીઓ કંઈ કહેવા માંગતા નથી.

રાજેશ કાલરાનું કહેવું છે કે, તેઓ આ વિશે કંઈ જાણતા નથી. ઉદ્ઘાટન પહેલા તેઓ એવું પણ વિચારી રહ્યા હતા કે, નવા બિલ્ડિંગમાં ચોમાસુ સત્ર શરૂ થશે, પરંતુ આવું થઈ રહ્યું નથી. કેટલીક ટેકનિકલ સમસ્યા છે અને તેના કારણે શિયાળુ સત્રથી જ નવા બિલ્ડિંગમાં કાર્યવાહી શરૂ થવાની સંભાવના છે.

લોકસભાના અન્ય એક વરિષ્ઠ અધિકારી કહે છે કે, પ્રશ્ન વાજબી છે. ચોમાસું સત્ર તમામ તૈયારીઓ સાથે નવા બિલ્ડિંગથી શરૂ થવું જોઈએ,પરંતુ કેટલીક તૈયારીઓ બાકી છે. એમ પૂછવા પર ફરી ઉદ્ઘાટનનો અર્થ શું? સૂત્રનું કહેવું છે કે, આ પ્રશ્ન નીતિ નિર્માતાઓનો હોવો જોઈએ.

સંસદીય સુરક્ષા સાથે જોડાયેલા અન્ય એક અધિકારીના જણાવ્યા અનુસાર, નવી ઇમારતમાં અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પેપરલેસ સંસદીય કાર્યવાહી અને સંસદ આ માટે પ્રશિક્ષિત નથી. આથી ચોમાસુ સત્ર જૂની બિલ્ડિંગથી શરૂ થશે. સત્રના અંત પહેલા કેટલીક કાર્યવાહી નવા બિલ્ડિંગમાંથી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, સંસદની નવી ઇમારતનું ઉદ્ઘાટન 28 મે, 2023ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન દ્વારા નવા બિલ્ડિંગના ઉદ્ઘાટનને વિપક્ષ દ્વારા મુદ્દો બનાવવામાં આવ્યો હતો. વિપક્ષે સંસદ ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્વારા કરાવવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X