Parliament Security: સોમવારથી શરૂ થઈ રહ્યું છે સંસદ સત્ર, પાસ સ્કેન કર્યા વગર કેવી રીતે થશે એન્ટ્રી?
Parliament Security: ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકારની રચના બાદ પ્રથમ લોકસભા સત્ર સોમવાર, 24 જૂનથી શરૂ થઈ રહ્યું છે અને રાજ્યસભાનું સત્ર ગુરુવાર, 27 જૂનથી શરૂ થઈ રહ્યું છે. નવા સંસદભવનની સુરક્ષાની લગામ CISFને સોંપવામાં આવી છે.
નોંધનીય છે કે, આ પહેલીવાર છે, જ્યારે સંસદની સુરક્ષા માટે CISF તૈનાત કરવામાં આવી છે. જોકે, CISFને સંસદની સુરક્ષા માટે હજુ સુધી લેખિત આદેશો મળ્યા નથી. આમ છતાં CISF સુરક્ષાની જવાબદારી સંભાળશે.
CISF અને સંસદ સુરક્ષા સેવાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સંસદ ભવનમાં પ્રવેશ દરમિયાન સાંસદો અને મંત્રીઓની ઓળખ કરવા અને તેમના પ્રોટોકોલમાં કોઈ સમસ્યા ન થાય, તે સુનિશ્ચિત કરવા માટે કડક વ્યવસ્થા કરવામાં આવી છે.
સંસદભવનમાં 2500 CISF જવાનો તૈનાત - સંસદ ભવનની સુરક્ષાની જવાબદારી સંભાળી રહેલી CISF સાંસદો અને મંત્રીઓની ઓળખ કરવાનું કામ નહીં કરે. પહેલાની જેમ આ જવાબદારી સંસદ સુરક્ષા સેવાના અધિકારીઓની જ રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં સંસદભવનની સુરક્ષા માટે 2500 CISF જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. જેમાં કમાન્ડો પણ સામેલ છે.

સંસદ ભવનમાં CISFની તૈનાતી બાદ દિલ્હી પોલીસ અને CRPFને અહીંથી પાછી ખેંચી લેવામાં આવી છે. સંસદ સત્રના પ્રથમ દિવસે સુરક્ષા અથવા પ્રોટોકોલમાં કોઈ ક્ષતિ ન થાય તે સુનિશ્ચિત કરવા માટે, CISF અને સંસદ સુરક્ષા સેવાના તમામ વરિષ્ઠ અધિકારીઓને તે ગેટ પર તૈનાત કરવામાં આવશે, જ્યાંથી સાંસદો અને મંત્રીઓ સંસદમાં પ્રવેશ કરશે.
સાંસદોના પાસ સ્કેન કરવામાં આવશે નહીં - પ્રાપ્ત માહિતી અનુસાર, સંસદ ભવનમાં પ્રવેશતા પહેલા કોઈપણ સાંસદ અથવા મંત્રીના પાસને સ્કેન કરવામાં આવશે નહીં.
પહેલાની જેમ, તે તમામ સુરક્ષા અધિકારીઓને એન્ટ્રી ગેટ પર તૈનાત કરવામાં આવશે જેમણે નવી સરકારની રચના પછી તમામ સાંસદો અને મંત્રીઓની ઓળખ સુનિશ્ચિત કરવાનું કામ કર્યું છે.
પહેલાની જેમ, ટ્રાફિક મેનેજમેન્ટની જવાબદારી દિલ્હી ટ્રાફિક પોલીસની રહેશે, જ્યારે પોલીસ સ્ટેશનની કાર્યવાહીને લગતી બાબતો હજુ પણ દિલ્હી પોલીસ દ્વારા જ હાથ ધરવામાં આવશે.












Click it and Unblock the Notifications
