Parliamentary Awards 2022 : ખરગે અને ભર્તુહરિને મળ્યો લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ
Parliamentary Awards 2022 : રાજ્યસભાના સાંસદ વંદના ચૌહાણ અને લોકસભા સાંસદ લોકેટ ચેટર્જીને શ્રેષ્ઠ મહિલા સંસદસભ્ય, મનોજ કુમાર ઝા અને તેજસ્વી સૂર્યાને શ્રેષ્ઠ યુવા સંસદસભ્યના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
Lokmat Parliamentary Awards : લોકમતના રાષ્ટ્રીય પરિષદ કાર્યક્રમમાં દેશના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લાંબા સમય સુધી ઉતકૃષ્ટ પ્રદર્શન કરવા બદલ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ મલ્લિકાર્જૂન ખડગે અને બીજુ જનતા દળ તરફથી લોકસભા સાંસદ ભર્તુહરિ મહતાજને લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં ડેરેક ઓ બ્રાયન અને અસદુદ્દીન ઓવૈસીને સર્વશ્રેષ્ઠ સાંસદનો એવોર્ડ મળ્યો છે.
રાજ્યસભાના સાંસદ વંદના ચૌહાણ અને લોકસભા સાંસદ લોકેટ ચેટર્જીને શ્રેષ્ઠ મહિલા સંસદસભ્ય, આરજેડી સાંસદ મનોજ કુમાર ઝા અને બીજેપી સાંસદ તેજસ્વી સૂર્યાને શ્રેષ્ઠ યુવા સંસદસભ્યના એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે રાજ્યસભાના ડેપ્યુટી સ્પીકર હરિવંશ નારાયણ, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી. કે. સક્સેના, નાણા રાજ્ય મંત્રી ડૉ. ભાગવત કરાડ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવાર, બીજેપી નેતા ડૉ. મુરલી મનોહર જોશી અને અન્યો ઉપસ્થિત રહ્યા હતા.

તમામ સાંસદોના કાર્યોની સમીક્ષા કર્યા બાદ પસંદગી કરાઇ
શરદ પવારની આગેવાની હેઠળની જ્યુરી કમિટીએ આ પુરસ્કારો માટે પસંદગી કરી હતી. સમારોહ દરમિયાન લોકમત મીડિયા ગૃપનાચેરમેન વિજય દરડાએ જણાવ્યું હતું કે, જ્યુરી કમિટીએ તમામ સાંસદોના કાર્યોની સમીક્ષા કરી અને તેમને આ એવોર્ડ માટે પસંદ કર્યા છે.લોકમત સંસદીય પુરસ્કાર 2022ના તમામ વિજેતાઓ અન્ય સંસદસભ્યો માટે પ્રેરણા સ્ત્રોત બનશે.

સમિતિ સરકારને નિયંત્રણ બહાર જતા અટકાવી શકે છે
આ પ્રસંગે શરદ પવારે જણાવ્યું હતું કે, જે લોકો સારું કામ કરી રહ્યા છે, તેમને આ સન્માન મળ્યું છે. આ સાંસદો સાથે કામ કરવા માટે અન્યસાંસદોને પ્રેરણા આપશે.
બીજી તરફ મુરલી મનોહર જોશીએ જણાવ્યું હતું કે, સાંસદોના વર્તનને જોઈને તેમની પ્રતિભાનું સન્માન થયું છે. જોસંસદની સમિતિનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે, તો સરકાર લોકો પ્રત્યેના કામ માટે જવાબદાર છે.
સમિતિ સરકારને નિયંત્રણ બહાર જતાઅટકાવી શકે છે. દેશના લોકોએ તેમને એટલા માટે ચૂંટ્યા છે. કારણ કે, તેમણે તેમના હિતોને ધ્યાનમાં રાખીને કામ કરવું જોઈએ.

અન્ય સાંસદોની પણ ચર્ચા થવી જોઈએ
હરિવંશ નારાયણ સિંહે જણાવ્યું હતું કે, આપણી સંસદમાં ઘણા એવા સાંસદ છે, જે પ્રેરણા બની શકે છે. આવા સાંસદો વિશે પણ ચર્ચા થવીજોઈએ. તેમનું જીવન એક પ્રેરણા છે. દેશમાં એવા ઘણા સાંસદો રહ્યા છે, જેમણે ખૂબ સારું કામ કર્યું છે.

ભારતીય લોકશાહી પર ચર્ચા
પુરસ્કાર સમારંભ પહેલા ભારતીય લોકશાહી પર ચર્ચા દરમિયાન કેન્દ્રીય મંત્રીઓ હરદીપ સિંહ પુરી, કિરેન રિજિજુ, અનુરાગ સિંહ ઠાકુર,મીનાક્ષી લેખી, કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ અને અન્યોએ તેમના વિચારો વ્યક્ત કર્યા હતા.
કોંગ્રેસના સોશિયલ મીડિયા ડિજિટલ પ્લેટફોર્મનાઅધ્યક્ષ સુપ્રિયા શ્રીનેતે જણાવ્યું હતું કે, લાખો લોકો કોંગ્રેસની કૂચમાં જોડાયા છે. કેટલાક લોકો ચર્ચા કરી રહ્યા હતા કે, તેઓ રાજકારણજાણતા નથી, પરંતુ વાસ્તવમાં સાચી રાજનીતિ લોકો સાથે જોડાવા માટે છે.












Click it and Unblock the Notifications
