For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સંસદની સ્થાયી સમિતિએ વર્ચ્યુઅલ મીટિંગથી કર્યો ઇનકાર, કહ્યું- આનાથી કાર્યવાહી લીક થવાનુ જોખમ

સંસદની વિવિધ સ્થાયી સમિતિઓએ વર્ચુઅલ મીટિંગો યોજવાના સૂચનને નકારી દીધું છે. સંસદની વિવિધ સમિતિઓ જુલાઈથી તેમની નિયમિત બેઠકો ફરી શરૂ કરે તેવી સંભાવના છે. રિપોર્ટ અનુસાર સંસદના મોટાભાગના સભ્યો, વરિષ્ઠ અધિકારીઓ અને સપોર્ટ સ્ટ

|
Google Oneindia Gujarati News

સંસદની વિવિધ સ્થાયી સમિતિઓએ વર્ચુઅલ મીટિંગો યોજવાના સૂચનને નકારી દીધું છે. સંસદની વિવિધ સમિતિઓ જુલાઈથી તેમની નિયમિત બેઠકો ફરી શરૂ કરે તેવી સંભાવના છે. રિપોર્ટ અનુસાર સંસદના મોટાભાગના સભ્યો, વરિષ્ઠ અધિકારીઓ અને સપોર્ટ સ્ટાફને રસી આપવામાં આવી છે અને સક્રિય કેસ પણ ઓછા થયા છે, તેથી હવે જુલાઈથી આ બેઠકો ફરી શરૂ થઈ શકે છે.

Parliament

કોંગ્રેસે કરી હતી વર્ચ્યુઅલ મીટિંગની માંગ

કોંગ્રેસ અને અન્ય કેટલાક વિરોધી પક્ષોએ લોકસભા અને રાજ્યસભા બંનેને આ સભાઓ વર્ચ્યુઅલ રીતે યોજવા વિનંતી કરી હતી. પરંતુ સમિતિઓની કાર્યવાહી લિક થઈ શકે છે તેવી આશંકાએ આ બેઠકો યોજવાના સૂચનને બંને ગૃહો દ્વારા નકારી કાઢવામાં આવ્યા હતા. આ સમિતિઓની કાર્યવાહી ગુપ્ત છે અને યોગ્ય સંમતિ વિના જાહેર ડોમેનમાં શેર કરી શકાતી નથી.
અહેવાલો અનુસાર, ગૃહે વધુમાં કહ્યું કે સંસદની સ્થાયી સમિતિની બેઠકો વર્ચ્યુઅલ રીતે યોજવાની કોઈ જોગવાઈ નથી. આ મીટિંગ્સ ગુપ્ત છે અને જ્યારે બેઠક વર્ચ્યુઅલ રીતે થાય છે ત્યારે આ બેઠકો લીક થવાની સંભાવના છે. અહેવાલો અનુસાર, સભ્યોને જાણ કરવામાં આવી છે કે મીટિંગ વર્ચ્યુઅલ રીતે યોજવું શક્ય નથી.
તમને જણાવી દઈએ કે કોંગ્રેસના નેતા અને રાજ્યસભાના સાંસદ જયરામ રમેશે ટ્વીટર દ્વારા સંસદીય સ્થાયી સમિતિની બેઠકો વર્ચ્યુઅલ રીતે બોલાવવા વિનંતી કરી હતી.

English summary
Parliamentary Standing Committee refuses to hold virtual meeting, says risk of leaking proceedings
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X