For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Dussehra 2021: મોહન ભાગવતે કહ્યુઃ ભાગલાનુ દુઃખ આજે પણ છે, ભારતના લોકોને ભ્રમિત કરવામાં આવી રહ્યા

આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે આજે નાગપુરમાં વિજયાદશમીના પાવન પર્વ પર શસ્ત્ર પૂજા કરી. શસ્ત્ર પૂજા બાદ ભાગવતે સ્વયંસેવકોને સંબોધિત કર્યા.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે આજે નાગપુરમાં વિજયાદશમીના પાવન પર્વ પર શસ્ત્ર પૂજા કરી. તમને જણાવી દઈએ કે આજનો દિવસ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે આરએસએસ માટે ઘણો પવિત્ર હોય છે કારણકે આજના જ દિવસે વર્ષ 1925માં આરએસએસની સ્થાપના થઈ હતી. આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો આજે 96મો સ્થાપના દિવસ છે. શસ્ત્ર પૂજા બાદ ભાગવતે સ્વયંસેવકોને સંબોધિત કર્યા.

mohan bhagwat

આ પ્રસંગે પોતાના સંબોધનમાં આરએસએસ પ્રમુખ ભાગવતે કહ્યુ કે, 'આપણને જે દિવસે આઝાદી મળી હતી, એ દિવસે આપણને સ્વતંત્રતાના આનંદ સાથે વિભાજનનુ દુઃખ અને વેદના પણ મળી. આપણો દેશ વિભાજિત થયો, તેનો એક દુઃખદ ઈતિહાસ છે જેને સહુ કોઈએ જાણવો જરૂરી છે.'

સહુ કોઈએ ઈતિહાસ વાંચવો જરૂરી છેઃ ભાગવત

ભાગવતે કહ્યુ કે, 'આઝાદીનુ સુખ ખૂબ મુશ્કેલીથી મેળવ્યુ હતુ. તેના માટે ઘણી તપસ્યા કરવામાં આવી હતી અને ઘણા બલિદાન થયા હતા પરંતુ વિભાજનનુ દુઃખ આજે પણ છે. દેશના ભાગલા જે શત્રુતા અને અલગાવના કારણે થયા હતા તેનુ પુનરાવર્તન નથી કરવાનુ. તેને રોકવા માટે સહુ કોઈએ ઈતિહાસ વાંચવો જરૂરી છે. ખાસ કરીને આજની પેઢીએ તેને જાણો ખૂબ જરૂરી છે. જેનાથી આત્મીય સમાજ માટે સહુ કોઈ પ્રયાસ કરી શકે.'

'હાલમાં ભારતના લોકોને ભ્રમિત કરવામાં આવી રહ્યા'

તેમણે કહ્યુ કે, 'આ ધર્મનો પ્રભાવ જ ભારતને પ્રભાવી બનાવે છે પરંતુ હાલમાં ઈતિહાસ, સંસ્કૃતિનુ દુષ્પ્રચાર કરીને વિશ્વ અને ભારતના જનોને ભ્રમિત કરવાનુ કામ ચાલી રહ્યુ છે કે જે અનૈતિક છે અને તેને રોકવુ પડશે અને તેને ત્યારે જ રોકી શકાશે જ્યારે ઈતિહાસ અને સંસ્કૃતિ વિશે લોકોને સાચી માહિતી હશે.'

'આજે નશીલા પદાર્થોનુ સેવન યુવાનોમાં વધી ગયુ'

ભાગવતે કહ્યુ, 'આજે કોવિડના કારણે બાળકોના હાથમાં મોબાઈલ આવી ગયા છે. તે ઑનલાઈન વસ્તુઓ જોઈ રહ્યા છે પરંતુ તે શું જોઈ રહ્યા છે તેના પર કોઈ નિયંત્રણ નથી. ઓટીટી પ્લેટફૉર્મ પર શું બતાવવામાં આવી રહ્યુ છે તેના પર પણ નિયંત્રણ નથી.' ભાગવતે કહ્યુ કે, 'આજે નશીલા પદાર્થોનુ સેવન યુવાનોમાં ઘણુ વધી ગયુ છે. ઉચ્ચ વર્ગથી લઈને નિમ્ન વર્ગના લોકોમાં ભયંકર રીતે આનુ સેવન થઈ રહ્યુ છે. સહુને ખબર છે કે નશીલા પદાર્થોથી આવનારા પૈસા દેશ વિરોધી વસ્તુઓમાં ઉપયોગમાં લેવામાં આવે છે અને સીમા પારના લોકો આવુ કરી રહ્યા છે.'

'બાળકો વિશે તેમના મા-બાપે જ વિચારવુ પડશે'

મોહન ભાગવતે કહ્યુ કે, 'આજે બિટકૉઈન જેવી કરન્સીને લઈને સ્પર્ધા વધી ગઈ છે. શાસન આ વ્યસનોને દૂર કરવાનુ કામ કરી રહ્યુ છે પરંતુ બાળકો વિશે તેમના મા-બાપે જ વિચારવુ પડશે.' તમને જણાવી દઈએ કે કોરોના પ્રોટોકૉલને જોતા આ વખતના કાર્યક્રમમાં કોઈ પણ અતિથિને બોલાવવામાં આવ્યા નહોતા. શસ્ત્ર પૂજાનુ પ્રસારણ ઑનલાઈન થયુ. આ કાર્યક્રમનુ આયોજન ડૉ. હેડગેવાર સ્મૃતિ ભવનમાં થયુ જ્યાં સૌથી પહેલા મોહન ભાગવતે ડૉ. હેડગેવારની પ્રતિમા પર પુષ્પ અર્પણ કર્યા અને ત્યારબાદ તેમણ શાખાનુ ધ્વજવંદન, શસ્ત્રપૂજન, શારીરિક વિરોધ અને સંઘના ગીતમાં ભાગ લીધો.

English summary
Partition of the country is a sad history, Efforts are underway to condemn India's traditions said RSS chief Mohan Bhagwat in Nagpur, watch video.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X