પાસપોર્ટ પ્રક્રિયા વધુ સરળ, રિન્યુઅલમાં પોલીસ વેરિફિકેશનની જરૂર નહીં
નવી દિલ્હી, 4 જુલાઇ : ભારતમાં અત્યાર સુધી પાસપોર્ટ બનાવવો હોય કે તેને રિન્યુ કરાવવાનો હોય તેમાં મુશ્કેલીઓનો પાર ન હતો. તેમાં પણ પોલીસ વેરીફીકેશન માથાનો દુ:ખાવો વધારતી પ્રક્રિયા છે. પરંતુ હવે આ ઝંઝટમાંથી મુક્તિ મળવા જઇ રહી છે. હવે પાસપોર્ટ ડિલીવરી સિસ્ટમને ચુસ્ત, સરળ અને ઝડપી બનાવવાની તૈયારી થઇ રહી છે. વિદેશ મંત્રાલયના ચીફ પાસપોર્ટ ઓફિસરના નિર્દેશોને આધારે આ નવી પદ્ધતિ સૌપ્રથમ મુંબઇમાં અમલી બનાવવામાં આવશે.
પાસપોર્ટની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે મંત્રાલય પાસપોર્ટ રિન્યુ કરાવતી વખતે કરવામાં આવતા સેકન્ડ પોલીસ વેરીફિકેશનને સમાપ્ત કરી શકે છે. પાસપોર્ટ રિન્યુઅલ પ્રક્રિયાને રિન્યુઅલ પ્રક્રિયાને સરળ બનાવવા માટે નવા દિશા-નિર્દેશો જારી થયા છે. અત્યાર સુધી પાસપોર્ટ રિન્યુઅલને હવે નવા પાસપોર્ટ જારી કરવાની બરાબર જ માનવામાં આવતા હતા પરંતુ હવે સ્થિતિ સંપૂર્ણ બદલાઇ શકે છે.

આ ઉપરાંત અનેક કેટેગરીમાં લોકોને વેરીફિકેશન વગર પણ પાસપોર્ટ મળશે. મુંબઇ પોલીસ કમિશ્નર રાકેશ મારીયા અને રિજીયોનલ પાસપોર્ટ ઓફિસર ટી.ડી.શર્માએ આ માટે નવી યોજના તૈયાર કરી છે. વિદેશ મંત્રાલયના ચીફ પાસપોર્ટ ઓફિસર મુકેશ પરદેશીના જણાવ્યા પ્રમાણે બાળકો, સરકારી કર્મચારીઓ અને સીનીયર સીટીઝનને વેરીફિકેશન વગર પાસપોર્ટ મળી શકશે.
મારીયાએ જણાવ્યુ હતુ કે પાસપોર્ટ ડિલીવરીને લઇને મારી પાસપોર્ટ અધિકારીઓ સાથે એક લાંબીની બેઠક યોજાઇ હતી. અમને જાણવા મળ્યુ કે અનેક વખત વિલંબનું કારણ પોલીસ તરફથી વેરીફિકેશન સર્ટીફિકેટ જમા કરાવવામાં મોડુ થતું હોવાનું જાણવા મળ્યું છે. આ માટે અમે એક એકશન પ્લાન તૈયાર કર્યો છે. હવે પોલીસ વેરીફિકેશનની સમગ્ર પ્રક્રિયા 7 દિવસમાં પુરી થશે.












Click it and Unblock the Notifications
