પાકે ફરી ભોક્યું પીઠમાં ખંજર, પઠાણકોટ એરબેઝ પર આતંકી હુમલો
આજે સવારે ચાર વાગ્યાની આસપાસ પંજાબના પઠાણકોટ એરફોર્સ સ્ટેશન પર આતંકીઓએ હુમલો કર્યો. લગભગ 7 કલાક ચાલેલી આ અથડામણમાં સુરક્ષાબળોએ 4 આતંકીઓને મોતને મોતને ધાટ ઉતાર્યા છે. તો સુત્રોથી પ્રાપ્ત થતી માહિતી મુજબ 6 જવાનો પણ આ હુમલામાં શહીદ થયા છે. અને એક સામાન્ય નાગરિકની પણ મોત થઇ છે. જો કે હાલ આ અંગે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ત્યારે આ આખી ધટના પર ભારતના એનએસએ અજીત ડોભલેએ પાકિસ્તાનના એનએસએ જનરલ નાસિર ખાન જંજુઆ જોડે વાત પણ કરી.
પ્રાપ્ત જાણકારી મુજબ આતંકીઓ આત્મધાતી હુમલો કરીને એરબેઝ ઉડાવાનો ઇચ્છા ધરાવતા હતા. જો કે આ હુમલા બાદ પ્રધાનમંત્રી કાર્યાલય પણ આ ધટના પર પોતાની નજર બનાવીને બેઠું છે. નોંધનીય છે કે આ ધટના થઇ ત્યારે બેઝ પર અનેક મિગ પ્લેન અને હેલિકોપ્ટર હાજર હતા. સુત્રોથી પ્રાપ્ત માહિતી મુજબ ચાર આતંકીએ સરકારી ગાડીનો ઉપયોગ કરીને એરફોર્સ સ્ટેશનમાં ધુસવાનો પ્રયાસ કર્યો અને ગોળી વરસાવાની શરૂઆત કરી. અને આજની આ ધટના બાદ પણ કેન્દ્ર સરકારને વિપક્ષ અને શિવસેના તરફ ફરી આ જ સાંભળવા મળશે તે વાતમાં કોઇ નવાઇ નથી.
જો કે ફરી એક વાર પાકિસ્તાનને પાકિસ્તાનવાળી કરી તેવું આ ધટનાને જોઇને કહેવું બિલકુલ પણ અતિશ્યોક્તિ ના કહી શકાય. કારણ કે આ પહેલા પણ જ્યારે જ્યારે ભારતે પાકિસ્તાન સાથે સંબંધો સુધારવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે ભારતને તેનો હિસાબ પોતાના લોકોનું લોહીને વહેવડાવીને જ આપ્યો છે. ત્યારે આ પહેલા ક્યારે ક્યારે પાકિસ્તાને ભારત જોડે દગાબાજી કરી છે તે વિષે વધુ જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

કારગિલ યુદ્ધ
ઇતિહાસ પર નજર કરીએ તો 1999માં ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઇ શાંતિ વાર્તાનો પ્રસ્તાવ લઇને પાકિસ્તાન ગયા હતા. જે બાદ જ કારગિલ યુદ્ધ થયું. જેમાં ભારતના અનેક જવાનો શહિદ થયા. તે વખતના તત્કાલીન પ્રમુખ પરવેઝ મુશરર્ફ હતા જે આજે પણ ભારતને ખત્મ કરવાની જ વાતો તેમના નિવેદનોમાં કરતા રહેતા હોય છે.

એલઓસીનું ઉલ્લધન
જ્યારથી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા છે ત્યારથી અનેક વાર પાકિસ્તાને આતંરાષ્ટ્રીય સીમાનું ઉલ્લંધન કરીને ફાયરિંગ કર્યું છે. હાલમાં જ સતત ત્રણ દિવસ સુધી બન્ને દેશોએ આ માટે સામ સામાં જવાબી કાર્યવાહી કરી છે. જેના લીધે અનેક લોકોના જાનમાલને ભારે નુક્શાન થયું છે.

હેમરાજ અને સુધાકર
પુંછ સેક્ટરના બે ભારતીય જવાનો હેમરાજ અને સુધાકરની વર્ષ 2013માં ધાતકી હત્યા કરીને તેના માથા ધડથી કાપીને લઇ જવામાં આવ્યા હતા. આ ધટનાથી બન્ને દેશો વચ્ચે વાતચીત બંધ કરવામાં આવી હતી.

ગુરદાસપુર આતંકી હુમલો
ગુરદાસપુર આતંકી હુમલામાં આતંકીઓએ દીનાનગર પોલિસ સ્ટેશન પર કબજો કરીને આંતકી હુમલો કર્યો હતો. જો કે પાક. કદી પણ અધિકૃત રીતે તે વાત સ્વીકારી નથી કે આ હુમલામાં પાકિસ્તાની આતંકીઓનો હાથ છે.

મોદી અને નવાઝની હાલની મુલાકાત
ત્યારે હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફના બોલાવા પર પાકિસ્તાન ગયા હતા અને થોડાક કલાક વીતાવ્યા હતા. તે વાતને હજી ગણીને 20 દિવસ પણ નથી થયા અને ફરી પાક. તેની આ નાપાક હરકત કરી છે.
-
Mumbai Gold Siver Rate Today: બજાર ખુલતાં જ સોનું થયું ધડામ, ચાંદીનો ભાવ પણ ઘટ્યો -
ટ્રમ્પની ઈરાનને ચેતવણી: ટ્રમ્પે ઈરાનને આપી 'તબાહી'ની છેલ્લી ચેતવણી! કેમ વધારી 24 કલાકની ડેડલાઇન? -
ઈસ્ટર સન્ડે 2026: મહત્વ, શુભેચ્છાઓ અને ખાસ સંદેશા | Easter Sunday 2026 -
Weather Update: વાવાઝોડા અને વરસાદ સાથે કરા પડશે; UP-MP સહિત 9 રાજ્યોમાં તોફાનની આશંકા, એલર્ટ જાહેર -
SRH vs LSG IPL 2026: હૈદરાબાદ પિચ રિપોર્ટ અને હવામાનની આગાહી | આજની મેચ -
PM Kisan eKYC: 23મો હફ્તો પડે એ પહેલાં જાણી લો, ઘરે બેઠા KYC કઈ રીતે કરવું -
અલ નીનોના જોખમ વચ્ચે 2026માં ભારતમાં સામાન્યથી ઓછો વરસાદ પડી શકે છે: સ્કાયમેટ વેધર -
RR vs MI, IPL 2026: ગુવાહાટી વેધર અપડેટ - શું ફરી એકવાર મેચ વરસાદમાં ધોવાઈ જશે? -
US-Iran War: ડેડલાઈન પહેલા ઈરાન ધણધણી ઉઠ્યું; અમેરિકી હુમલામાં ખાર્ગ આઈલેન્ડ અને રેલવે બ્રિજ સહિત અનેક -
IPL 2026: આઈપીએલનો હિસ્સો રહી ચૂકેલા આ 3 દિગ્ગજ ખેલાડીઓ હવે દુનિયામાં નથી, જાણો કોણ છે આ નામ



Click it and Unblock the Notifications
