For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં કોરોના વેક્સીનના ટ્રાયલનો 1 મહિનો પૂરો, ડોક્ટરોએ આપી ગુડ ન્યૂઝ

ભારતમાં કોરોના વેક્સીનના ટ્રાયલનો 1 મહિનો પૂરો, ડોક્ટરોએ આપી ગુડ ન્યૂઝ

|
Google Oneindia Gujarati News

પટનાઃ દેશમાં કોરોના વાયરસનો કહેર થમવાનું નામ નથી લઈ રહ્યો. પાછલા 24 કલાકમાં કોવિડ 19ના 57982 નવા કેસ સામે આવ્યા છે અને 941 લોકોના મોત થઈ ગયાં છે. પરંતુ આ દરમિયાન પટના એમ્સના ચિકિત્સકોએ કોરોના વેક્સીનના ટ્રાયલને લઈ ગુડ ન્યૂઝ આપ્યા છે.

ઝીરો સાઈડ ઈફેક્ટ

ઝીરો સાઈડ ઈફેક્ટ

જણાવી દઈએ કે ભારતમાં કોરોના સંક્રમણને ફેલાતું રોકવા માટે આઈસીએમઆરની દેખરેખમાં ભારતબાયોટેકે કોરોનાની વેક્સીન વિકસિત કરી. જેનુ્ં ટ્રાયલ બિહારની રાજધાની પટનાસ્થિત એમ્સ હોસ્પિટલમાં શરૂ કરાયું હતું. પટના એમ્સમાં કોરોના વેક્સીનનું ટ્રાયલ શરૂ થયું તેનો એક મહિનો થઈ ચૂક્યો છે. એમ્સ પ્રશાસને જણાવ્યું કે પહેલા તબક્કામાં જે લોકો પર આ વેક્સીનનું ટ્રાયલ થયું તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ છે. એટલે કે તેમના પર આ વેક્સીનની કોઈ સાઈડ ઈફેક્ટ નથી થઈ.

લોકો માટે વેક્સીન સુરક્ષિત છે પરંતુ

લોકો માટે વેક્સીન સુરક્ષિત છે પરંતુ

આ પરિણામ બાદ ડૉક્ટરોનું કહેવું છે કે પહેલા તબક્કાના ફર્સ્ટ ટ્રાયલમાં માલૂમ પડ્યું કે આ વેક્સીન લોકો માટે સુરક્ષિત છે પરંતુ આ વેક્સીન કોરોનાવાયરસથી લડવામાં કેટલી અસરકારક હશે તેનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. તેના વિશ્લેષણ બાદ જ માલૂમ પડશે. પટના એમ્સમાં પહેલા ડોઝ બાદ એન્ટીબોડી તપાસ માટે આઈસીએમઆર મોકલવામાં આવ્યા છે.

જે બાદ આ વિશ્લેષણ કરાશે

જે બાદ આ વિશ્લેષણ કરાશે

ઉલ્લેખનીય છે કે દેશભરમાં કોરોના વેક્સીનનું ટ્રાયલ 7 જુલાઈથી શરૂ થયું. પાછલી 15 જુલાઈએ પટના એમ્સમાં તેનું ટ્રાયલ શરુ થયું હતું. દેશભરમાં આ વેક્સીનનું ટ્રાયલ લગભગ 375 લોકો પર થઈ રહ્યું છે. જેમાં પટના એમ્સના 46 લોકો પણ સામેલ છે. દેશભરના હોસ્પિટલ ઉપરાંત પટના એમ્સમાં જે લોકો પર ટ્રાયલ થઈ રહ્યું છે તેનો પહેલો તબક્કો ઓગસ્ટ મહિનાના અંતમાં પૂરો થશે. ટ્રાયલ વેક્સીનની પહેલી ડોઝ આપ્યાના 14 દિવસ બાદ 44 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. ઓગસ્ટ મહિનાના અંતમાં પહેલો તબક્કો પૂરો થશે. જે બાદ જ 375 લોકો પર ટ્રાયલ કરવામાં આવેલ વેક્સીનનું વિશ્લેષણ કરવામાં આવશે.

વિશ્લેષણ બાદ વેક્સીનના બીજા તબક્કાનું ટ્રાયલ શરૂ થશે

વિશ્લેષણ બાદ વેક્સીનના બીજા તબક્કાનું ટ્રાયલ શરૂ થશે

375 લોકો પર ટ્રાયલ કરાયેલ વેક્સીનના વિશ્લેષણમાં આ વેક્સીન કોરોના વાયરસ પર કેટલી અસરદાર છે તેની જાણકારી લેવામાં આવશે. વિશ્લેષણમાં માલૂમ પડશે કે કોરોના વાયરસ વિરુદ્ધ શરીરમાં કેટલા એન્ટી બોડી બની રહ્યા છે? જે એન્ટીબૉડી બની છે તે યથાવત છે કે નહિ. આ બધા તથ્યોની જાણકારી મળવા અને સંતોષકારક રિપોર્ટ આવવા પર જ બીજા તબક્કાનું ટ્રાયલ શરૂ થશે.

ડિસેમ્બર મહિના સુધીમાં વેક્સીન લૉન્ચ થઈ શકે

ડિસેમ્બર મહિના સુધીમાં વેક્સીન લૉન્ચ થઈ શકે

બીજા તબક્કાનું ટ્રાયલ સમાપ્ત થયા બાદ તેના પરિણામનું વિશ્લેષણ પણ કરાશે. આઈસીએમઆર જો ત્રીજા તબક્કાની જરૂરતને સમજશે તો ત્રીજા તબક્કાનું પણ ટ્રાયલ થઈ શકે છે પરંતુ રિપોર્ટ મુજબ વેક્સીનના ટ્રાયલના બે તબક્કા પૂરા થયા બાદ જ વેક્સીન લૉન્ચ કરવાની યોજના છે. આ આધારે ઉમ્મીદ જતાવવામાં આવી રહી છે કે ડિસેમ્બર 2020ના અંત અથવા તો આગલા વર્ષે જાન્યુઆરી 2021માં વેક્સીન ઉપલબ્ધ થઈ જશે.

વેક્સીન કેટલી અસરકારક છે તેનો રિપોર્ટ આવવો બાકી છે

વેક્સીન કેટલી અસરકારક છે તેનો રિપોર્ટ આવવો બાકી છે

પટના એમ્સ સહિત દેશની 13 સંસ્થાઓમાં જુલાઈથી જ વેક્સીનનું ટ્રાયલ શરૂ થયું હતું. આના માટે પટના એમ્સે અલગ અલગ ડૉક્ટરોની ટીમ બનાવી હતી. 18થી 55 વર્ષના લોકોને ટ્રાયલ માટે આમંત્રિત કરવામાંઆવ્યા હતા. જેમને વેક્સીન આપવામાં આવી હતી તેઓ સંપૂર્ણ સ્વસ્થ છે. તેમને કોઈપણ પ્રકારની સમસ્યા નથી થી. પટના એમ્સના અધીક્ષક ડૉ સીએમ સિંહે કહ્યું કે વેક્સીનના ટ્રાયલના પહેલા તબક્કાના વિશ્લેષણ રિપોર્ટનો ઈંતેજાર છે. વેક્સીન અત્યાર સુધી સુરક્ષિત જણાઈ છે. આ વેક્સીન કેટલી અસરકારક છે તેનો રિપોર્ટ આવવો બાકી છે.

તેજ પ્રતાપનો પ્રહાર, કહ્યું- આપણે આત્મનિર્ભર બનવું છે પણ Corona Vaccine રશિયા બનાવશેતેજ પ્રતાપનો પ્રહાર, કહ્યું- આપણે આત્મનિર્ભર બનવું છે પણ Corona Vaccine રશિયા બનાવશે

પાછલા 24કલાકમાં 57584 કોવિડ 19 રોગી સાજા થયા

પાછલા 24કલાકમાં 57584 કોવિડ 19 રોગી સાજા થયા

પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા સોમવારે જાહેર કરાયેલા આંકડાઓ મુજબ દેશમાં કોરોના મામલાની સંખ્યા વધીને 26,47,664 થી ગઈ છે. જેમાંથી 6,76,900 સક્રિય મામલા છે અને 50,921 લોકોના મોત થઈ ચૂક્યાં છે. જ્યારે 19,19,843 લોકો એવા છે જેઓ ઠીક થઈ ચૂક્યા છે અથવા તો હોસ્પિટલેથી રજા આપી દેવામાં આવી છે. સોમવારે સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં 24 કલાકમાં 57584 કોવિડ 19 દર્દી સાજા થયા છે. વર્તમાન સમયમાં રિકવરી રેટ 72 ટકાને પાર પહોંચી ગયો છે.

English summary
Patna AIIMS completed 1st month of trial of corona vaccine, india may launch it on December 2020
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X