Patna Opposition Meet : જો બિહારમાં જીત્યા તો આખા ભારતમાં પણ જીતીશું - મલ્લિકાર્જૂન ખરગે

Patna Opposition Meet : 2024ની લોકસભા ચૂંટણીમાં કેન્દ્રમાં મોદી સરકારને હરાવવાની વ્યૂહરચના અંગે ચર્ચા કરવા વિપક્ષી નેતાઓ પટનામાં બેઠક કરી રહ્યા છે. આ દરમિયાન મલ્લિકાર્જૂન ખરગેએ જણાવ્યું હતું કે, જો આપણે બિહારમાં જીતી ગયા તો આખા દેશમાં પણ જીતી જઇશું.

મલ્લિકાર્જૂન ખરગે વિપક્ષી નેતાઓની બેઠકમાં ભાગ લેવા માટે રાહુલ ગાંધી સાથે પટના પહોંચ્યા હતા. એરપોર્ટ પર ખુદ મુખ્યમંત્રી નીતિશ કુમારે મલ્લિકાર્જૂન ખરગે અને રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું.

Mallikarjun Khadge

એરપોર્ટથી મલ્લિકાર્જૂન ખરગે અને રાહુલ ગાંધી પટનામાં કોંગ્રેસ કાર્યાલય સદકત આશ્રમ પહોંચ્યા હતા. સદકત આશ્રમ પર કાર્યકર્તાઓને સંબોધતા મલ્લિકાર્જૂન ખરગેએ કહ્યું કે, આ કોંગ્રેસ કાર્યાલયમાંથી જે પણ બહાર આવ્યા, તે દેશની આઝાદી માટે લડ્યા છે.

મલ્લિકાર્જૂન ખરગેએ કહ્યું કે, અમને ગર્વ છે કે, દેશના પહેલા રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદજી આ ભૂમિના હતા. તેમણે આગળ કહ્યું કે, જો આપણે બિહાર જીતીશું, તો આખા ભારતમાં જીતીશું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X