વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પટના ભાષણના મુખ્ય અંશો

Posted By:
Subscribe to Oneindia News

શ્રી ગુરુ ગોવિંદ સિંહજીના 350માં પ્રકાશોત્સવ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પંજાબના મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલ આજે પટના પહોંચ્યા હતા. જ્યાં બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારની આગેવાનીમાં પટનામાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના આ ભાષણમાં શું કહ્યું જાણો અહીં...

narendra modi

પંજાબીમાં શરૂઆત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ભાષણની શરૂઆત પંજાબી ભાષામાં કરી હતી. જે બાદ તેમણે હિંદીમાં ભાષણ શરૂ કર્યું હતું.

ગુરુ ગોવિંદ સિંહ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ પ્રસંગે જણાવ્યું કે ગુરુ ગોવિંદ સિંહે સમગ્ર ભારતને એક સુત્રમાં જોડ્યું છે. ગુરુ ગ્રંથ સાહિબનો દરેક શબ્દ, દરેક પાન્નું પ્રેરણા આપે છે. વધુમાં તેમણે જણાવ્યું કે ગુરુ ગોવિંદ સિંહ ત્યાગની પ્રતિમૂર્તિ હતા. તેમણે પોતાની આંખોની સામે તેમના પુત્રોની બલિ ચઢતા જોઇ હતી.

નીતીશના વખાણ
નીતીશના વખાણ કરતા નરેન્દ્ર મોદીએ કહ્યું કે નીતીજી ખૂબ મહેનત કરીને ભવ્ય સમારંભ તૈયાર કર્યા છે. જેથી કરીને ભલે કાર્યક્રમ પટના સાહિબમાં થાય પણ તેની પ્રેરણા સમગ્ર વિશ્વને મળે.

English summary
Patna Prakashotsav: Pm narendra modi speech main point.
Please Wait while comments are loading...