પવન બંસલે રાજીનામુ આપી દેવુ જોઇએ: રામગોપાલ યાદવ

રેલવે બોર્ડ લાંચ કાંડ પર સમાજવાદી પાર્ટીએ મહાસચિવ રામગોપાલ યાદવે સોમવારે જણાવ્યું કે કેન્દ્રીય રેલમંત્રી પવન કુમાર બંસલને જવું જ પડશે. તેમણે જણાવ્યું કે જો આરોપ ગંભીર છે તો મંત્રીને રાજીનામું ધરી દેવું જોઇએ. તેમણે સરકાર પર કટાક્ષ કરતા જણાવ્યું કે લાંચ જેવા ગંભીર મામલામાં જો કોઇ અન્ય વ્યક્તિ પકડાયું હોત તો તુરંત કાર્યવાહી થાય છે. પરંતુ આ મામલામાં સરકાર તરફથી કોઇ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી.
રામગોપાલ યાદવે જણાવ્યું કે આ ગંભીર વિષય છે અને બંસલે રાજીનામુ આપી દેવું જોઇએ. સરકાર તેમને બચાવવાની કોશિશ કરી રહી છે, નહીંતર તેમને પદ છોડવું પડત. તેમણે જણાવ્યું કે બંસલે રાજીનામુ આપી દેવું જોઇએ, જેથી તપાસમાં અસર ના પડે. વિપક્ષ દ્વારા રાજીનામાનું દબાણ બનાવવા છતાં કોંગ્રેસે રવિવારે બંસલના રાજીનામાનો ઇનકાર કરી દીધો છે તથા તેમની સામે ઝલદી કાર્યવાહી ના કરવામાં આવે તેવી વાત કહી.












Click it and Unblock the Notifications
