For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસ નેતાની સભામાં બિરયાની અંગે જોરદાર મારામારી, 7 ની ધરપકડ

બિજનોર લોકસભા મતદારક્ષેત્રના કોંગ્રેસના ઉમેદવાર નસીમુદ્દીન સિદ્દીકીની ચૂંટણી સભામાં શનિવારે મુઝફ્ફરનગરના ટંડહેડા ગામમાં બબાલ થઇ ગઈ હતી

|
Google Oneindia Gujarati News

બિજનોર લોકસભા મતદારક્ષેત્રના કોંગ્રેસના ઉમેદવાર નસીમુદ્દીન સિદ્દીકીની ચૂંટણી સભામાં શનિવારે મુઝફ્ફરનગરના ટંડહેડા ગામમાં બબાલ થઇ ગઈ હતી. સભામાં પહોંચેલા લોકો કાર્યક્રમ પૂરો થયા પછી નજીક જ ભૂતપૂર્વ ધારાસભ્યના ઘરમાં બનાવેલા ખાવાના તરફ દોડી પડ્યા. જોત જોતામાં ખાવાની ખેંચમતાણી અને મારામારી શરુ થઇ ગઈ. જેમાં બિરયાની ખાવા અંગે લોકોમાં કલાકો સુધી ઝઘડો અને મારામારી ચાલતી રહી. આ બાબતે પોલીસે 25 લોકો સામે કેસ નોંધ્યો છે અને સાત લોકોની ધરપકડ કરી છે.

આ પણ વાંચો: ગદ્દારોનું સમર્થન કરીને રાહુલ ગાંધીને સત્તામાં નહિ આવવા દઈએઃ ઉદ્ધવ ઠાકરે

કોંગ્રેસના ઉમેદવાર નસીમુદ્દીનની સભામાં હંગામો

કોંગ્રેસના ઉમેદવાર નસીમુદ્દીનની સભામાં હંગામો

હકીકતમાં, આ કેસ મુઝફ્ફરનગર જિલ્લાના પોલીસ સ્ટેશન કકરોલી વિસ્તારના ટંડહેડ઼ા ગામનો છે. જ્યાં બસપા માંથી કોંગ્રેસમાં આવેલા મીરાપુર ક્ષેત્રના પૂર્વ ધારાસભ્ય મૌલાના જમીલ અહમદ કાસમી દ્વારા બિજનૌર લોકસભા ક્ષેત્રના કોંગ્રેસના ઉમેદવાર નસીમુદ્દીન સિદ્દીકી માટે એક ચૂંટણી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

લોકો બિરયાની પર તૂટી પડ્યા

લોકો બિરયાની પર તૂટી પડ્યા

તમને જણાવી દઈએ કે મુઝફ્ફરનગર જીલ્લાની પુરકાજી વિધાનસભા અને મીરાપુર વિધાનસભાની બેઠક બિજનોર લોકસભા મતવિસ્તારનો ભાગ છે, કોંગ્રેસના ઉમેદવાર નસીમુદ્દીન સિદ્દીકીના પ્રયાસોના કારણે અહીંના ભૂતપૂર્વ વિધાનસભ્ય મૌલાના જમીલ અહમદ કાસમીએ બસપા છોડી કોંગ્રેસની સદસ્યતા ગ્રહણ કરી હતી. શનિવારે ચૂંટણીને લઈને મૌલાના જમીલ અહમદના નિવાસસ્થાને કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં એક ચૂંટણી સભાનું આયોજન કર્યું હતું. તેમાં ઘણા લોકો હાજર હતા.

જોરદાર મારામારી ચાલી

જોરદાર મારામારી ચાલી

જોવાની વાત એ છે કે ચૂંટણી પંચનો પ્રતિબંધ હોવા છતાં મતદારોને આકર્ષવા માટે ખોરાકની ગોઠવણ કરવામાં આવી હતી, અને સભાની સમાપ્તિ પછી ભીડ ખોરાક તરફ દોડી પડી હતી. જેમાં બિરયાની ખાવાને લઈને કાર્યકર્તાઓમાં ઝગડો થયો પછી મારામારી શરૂ થઇ અને પછી લાથી-દંડા ચાલુ થયા. પરંતુ કોઈ ઝગડો રોકવા કે બચાવ કરવા વચ્ચે ન આવ્યું. એટલું જ નહીં આ ઝગડા અને મારામારી પછી કાર્યક્રમમાં આવેલા નેતાઓ તેમના પોતાના વાહનો લઈને ફરાર થઇ ગયા હતા. આ મુદ્દે બોલવા માટે કોઈ કોંગ્રેસ નેતા તૈયાર નથી.

25-30 પર કેસ નોંધાયા, 7 ની ધરપકડ

25-30 પર કેસ નોંધાયા, 7 ની ધરપકડ

પોલીસ સ્ટેશનના અધ્યક્ષના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસના ઉમેદવાર નસીમુદ્દીન સિદ્દીકી, ભૂતપૂર્વ વિધાનસભ્ય મૌલાના જમીલ અહમદ કાસમી સહિત 25-30 લોકો સામે આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા અને મતદાતાઓને લાલચ આપીને મતદાન પ્રભાવિત કરવા માટેનો કેસ નોંધવામાં આવ્યો છે. એહતિયાતન ગામમાં પોલીસ દળ તહેનાત કરવામાં આવ્યું છે. હાલમાં, સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે.

English summary
people fight over biryani party of congress in muzaffarnagar Seven detained
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X