For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગદ્દારોનું સમર્થન કરીને રાહુલ ગાંધીને સત્તામાં નહિ આવવા દઈએઃ ઉદ્ધવ ઠાકરે

કોંગ્રેસે જે રીતે પોતાની ચૂંટણી ઘોષણાપત્રમાં દેશદ્રોહના કાયદાનો ખતમ કરવાની વાત કહી છે તેના પર ઉદ્ધવ ઠાકરેએ રાહુલ ગાંધી પર જોરદાર હુમલો કર્યો છે.

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસે જે રીતે પોતાની ચૂંટણી ઘોષણાપત્રમાં દેશદ્રોહના કાયદાનો ખતમ કરવાની વાત કહી છે તેના પર ઉદ્ધવ ઠાકરેએ રાહુલ ગાંધી પર જોરદાર હુમલો કર્યો છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે તે ગદ્દારોનું સમર્થન કરીને સત્તામાં નહિ આવી શકે. કલમેશ્વરમાં શિવસા ઉમેદવાર કૃપાલ તુમાને માટે ચૂંટણી જનસભાને સંબોધિત કરતા ઠાકરેએ કહ્યુ કે ભાજપ, શિવસેના અને રિપબ્લિકન પાર્ટી ઑફ ઈન્ડિયા એક જ એજન્ડા માટે સાથે આવ્યા છે અને તે છે દેશ પ્રત્યે પ્રેમ.

Uddhav Thackeray

ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે હું પૂછવા ઈચ્છુ છુ કે છેવટે પરસ્પર તણાવ બાદ પણ મહા અઘડી સાથે કેમ આવ્યા. આ લોકો કોણ છે, અમારુ સપનુ દેશ માટે છે, તમારુ સપનુ શું છે. તમારુ સપનુ માત્ર સત્તા છે, અમારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હશે. હું વિપક્ષના લોકોને પૂછવા ઈચ્છુ કે તે પ્રધાનમંત્રી પદ માટે એક નામની ઘોષણા કરે. આ દરમિયાન ઠાકરેએ કોંગ્રેસ પર જોરદાર હુમલો કર્યો. કોંગ્રેસના ઘોષણાપત્ર પર હુમલો કરતા ઠાકરેએ કહ્યુ કે કોંગ્રેસે દેશદ્રોહના કાયદાને ખતમ કરવાની વાત કહી છે, શું તમે આનાથા સંમત છો, જે પણ ગદ્દારી કરે છે તેને ફાંસી થવી જોઈએ.

રાહુલ ગાંધી પર જોરદાર હુમલો કરતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે જો ગાંધીને લાગે છે કે તે ગદ્દારોનું સમર્થન કરીને સત્તામાં આવી શકે છે તો અમે એવુ નહિ થવા દઈએ. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે પોતાના ચૂંટણી ઘોષણાપત્રમાં દેશદ્રોહના કાયદાને ખતમ કરીને અફસ્પા પર સમીક્ષા કરવાની વાત કહી છે જે અંગે માત્ર શિવસેના જ નહિ પરંતુ ભાજપ પણ સતત કોંગ્રેસ પર હુમલો કરી રહ્યુ છે. તમને જણાવી દઈએ કે ભારતીય જનતા પાર્ટી પણ આજે પોતાનું ચૂંટણી ઘોષણાપત્ર જાહેર કરશે. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમિત શાહ સહિત ભાજપના ઘણા દિગ્ગજ નેતા હાજર રહેશે.

આ પણ વાંચોઃ ભાજપ આજે જાહેર કરશે લોકસભા માટે પોતાનો ચૂંટણી ઢંઢેરોઆ પણ વાંચોઃ ભાજપ આજે જાહેર કરશે લોકસભા માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો

English summary
Uddhav Thackeray says if Rahul thinks he can come in power by supporting traitor we will not allow this.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X