કેરળ વિમાન દૂર્ઘટના સાથે જોડાયેલા લોકો પર હવે મંડરાઈ રહ્યો છે કોરોનાનો ખતરો
દૂર્ઘટનાગ્રસ્ત વિમાનમાં સુરક્ષિત બચેલા મુસાફરો પર હવે કોરોના સંક્રમણનો ખતરો મંડરાઈ રહ્યો છે.
શુક્રવારની સાંજે કેરળના કોઝિકોડ પાસે કારીપુર એરપોર્ટ પર થયેલ ભયાનક વિમાન દૂર્ઘટનામાં પાયલટ, કો પાયલટ સહિત 18 લોકોના મોત થઈ ચૂક્યા છે. ઘણા લોકો ઘાયલ છે જેમનો ઈલાજ હોસ્પિટલમાં ચાલી રહ્યો છે. આ દરમિયાન દૂર્ઘટનાગ્રસ્ત વિમાનમાં સુરક્ષિત બચેલા મુસાફરો પર હવે કોરોના સંક્રમણનો ખતરો મંડરાઈ રહ્યો છે. ન્યૂઝ એજન્સી એએસઆઈના જણાવ્યા મુજબ એર ઈન્ડિયાના દૂર્ઘટનાગ્રસ્ત વિમાનમાં સવાર એક મુસાફરનો કોરોના રિપોર્ટ પૉઝિટીવ આવ્યો છે. આની પુષ્ટિ કેરળના મુખ્યમંત્રી કાર્યાલયે કરી છે.

ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના સંકટમાં ભારત સરકારે પોતાના નાગરિકોને સ્વદેશ પાછા લાવવા માટે એર ઈન્ડિયા સાથે વંદે ભારત મિશની શરૂઆત કરી છે. જે હેઠળ શુક્રવારે એર ઈન્ડિયા એક્સપ્રેસનુ વિમાન લગભગ 190 મુસાફરોને લઈને ભારત આવ્યુ. કેરળમાં શુક્રવારે સાંજે ભારે વરસાદના કારણે લેંડિંગ વખતે વિમાન રનવે પર લપસી ગયુ અને 35 ફૂટ નીચે પડી ગયુ. દૂર્ઘટનામાં વિમાનના બે ટૂકડા થઈ ગયા.
શનિવારે કેરળના મુખ્યમંત્રી કાર્યાલયે જણાવ્યુ કે દૂર્ઘટનામાં માર્યા ગયેલા લોકો સહિત બધા પીડિતોનો કોરોના વાયરસ ટેસ્ટ કરવામાં આવશે. અત્યારે માત્ર એક પીડિતનો કોવિડ ટેસ્ટ પૉઝિટીવ આવ્યો છે. 45 વર્ષનો મુસાફર સુધીર વાયર્થનો સેમ્પલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યો હતો તે પૉઝિટીવ મળી આવ્યો છે. આ સમાચાર બાદ રાજ્ય સરકાર એલર્ટ પર છે અને બધા જીવિત મુસાફરોના કોરોના ટેસ્ટ કરાવવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. વળી, એરપોર્ટમાં રેસ્ક્યુ કાર્યમાં લાગેલા લોકોને સેલ્ફ ક્વૉરંટાઈન કરવામાં આવી રહ્યા છે.












Click it and Unblock the Notifications
