For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પરિવાર સાથે હોવાથી ખુશ છે અમેઠી અને રાયબરેલીના લોકોઃ રૉબર્ટ વાડ્રા

સોનિયા ગાંધીના રાયબરેલી સીટથી નામાંકન દાખલ કર્યા બાદ તેમના જમાઈ રૉબર્ટ વાડ્રાએ શુક્રવારે અમેઠી અને રાયબરેલીની સીટ પર કોંગ્રેસની જીતનો દાવો કર્યો.

|
Google Oneindia Gujarati News

સોનિયા ગાંધીના રાયબરેલી સીટથી નામાંકન દાખલ કર્યા બાદ તેમના જમાઈ રૉબર્ટ વાડ્રાએ શુક્રવારે અમેઠી અને રાયબરેલીની સીટ પર કોંગ્રેસની જીતનો દાવો કર્યો. સોનિયા ગાંધીએ 11 એપ્રિલે જ રાયબરેલી સીટથી નામાંકન કર્યુ હતુ. ત્યારબાદ શુક્રવારે મીડિયા સાથે વાત કરતા વાડ્રાએ કહ્યુ કે અમેઠી અને રાયબરેલીના લોકો એ વાતથી ખુશ છે કે નહેરુ-ગાંધી પરિવારના લોકો તેમની સાથે છે અને અમારા મનમાં હંમેશાથી તેમના વિકાસની જ ધારણા રહી છે.

robert vadra

તમને જણાવી દઈએ કે વાડ્રા ગુરુવારે સોનિયા ગાંધીના નામાંકન દરમિયાન પોતાની પત્ની પ્રિયંકા ગાંધી અને બાળકો સાથે રાયબરેલી પહોંચ્યા હતા. સોનિયાએ ગુરુવારે રાયબરેલી સીટથી નામાંકન દાખલ કર્યુ હતુ અને આ દરમિયાન રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, રૉબર્ટ વાડ્રા સહિત કોંગ્રેસના ઘણા નેતા તેમની સાથે રિટર્નિંગ ઓફિસરના કાર્યાલય સુધી ગયા હતા. આ પહેલા 10 એપ્રિલના રોજ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અમેઠી સંસદીય સીટથી પણ નામાંકન દાખલ કર્યુ હતુ. રાહુલ ગાંધી આ વખતે અમેઠી ઉપરાંત કેરળની વાયનાડ લોકસભા સીટથી પણ ચૂંટણી લડી રહ્યા છે.

આ પણ વાંચોઃ કોંગ્રેસે જાહેર કરી વધુ એક યાદી, ગુનાથી લડશે સિંધિયાઆ પણ વાંચોઃ કોંગ્રેસે જાહેર કરી વધુ એક યાદી, ગુનાથી લડશે સિંધિયા

English summary
People of Amethi and Rae Bareli feel very happy that the family is with them: Robert Vadra
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X