For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોણ હશે મુખ્યમંત્રીનો ચહેરો? : સિદ્ધુએ કહ્યું- પંજાબની જનતા નિર્ણય કરશે, હાઇકમાન્ડ નહીં

કોંગ્રેસના પંજાબ પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ ફરી એકવાર પાર્ટીની મુશ્કેલીઓમાં વધારો કરતા જોવા મળી રહ્યા છે. કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા પહેલા સિદ્ધુએ ચંદીગઢમાં પોતાનું પંજાબ મોડલ લોન્ચ કર્યું હતું.

|
Google Oneindia Gujarati News

ચંદીગઢ​ : કોંગ્રેસના પંજાબ પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ ફરી એકવાર પાર્ટીની મુશ્કેલીઓમાં વધારો કરતા જોવા મળી રહ્યા છે. કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા પહેલા સિદ્ધુએ ચંદીગઢમાં પોતાનું પંજાબ મોડલ લોન્ચ કર્યું હતું. સિદ્ધુના પંજાબ મોડલના પોસ્ટરમાંથી CM ચરણજીત ચન્નીનો ફોટો ગાયબ છે. આ સાથે તેમણે સ્પષ્ટ કર્યું કે, પંજાબમાં મુખ્યમંત્રીનો ચહેરો કોણ હશે? તે પંજાબની જનતા નક્કી કરશે.

પંજાબમાં માત્ર માફિયાઓનું રાજ

પંજાબમાં માત્ર માફિયાઓનું રાજ

કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા પહેલા, પંજાબ પ્રદેશ પ્રમુખ નવજોત સિંહ સિદ્ધુએ ચંદીગઢમાં પંજાબ મોડલ લોન્ચ કર્યું હતું. સિદ્ધુના પંજાબ મોડલના પોસ્ટરમાંથી મુખ્યમંત્રીચરણજીત ચન્નીનો ફોટો ગાયબ હતો. તેમાં માત્ર સોનિયા ગાંધી, રાહુલ અને પ્રિયંકા ગાંધી જ દેખાયા હતા.

સિદ્ધુએ એક રીતે રાજ્યમાં માફિયા રાજના નામે પોતાની જપાર્ટીની સરકાર પર નિશાન સાધ્યું છે. સિદ્ધુએ કહ્યું કે, પંજાબમાં માત્ર માફિયા રાજ ચાલી રહ્યું છે. બધા કહે છે કે, પંજાબની તિજોરી ખાલી છે.

કોને ધારાસભ્ય બનાવવા એ પંજાબની જનતા નક્કી કરશે

કોને ધારાસભ્ય બનાવવા એ પંજાબની જનતા નક્કી કરશે

આ સાથે જ્યારે મીડિયાએ નવજોત સિંહ સિદ્ધુને મુખ્યમંત્રીના ચહેરા અંગે સવાલ પૂછ્યો તો તેમણે કહ્યું કે, તમે મને એક વાત કહો કે દરેક માણસ મુખ્યમંત્રી બની શકેછે?

બીજી વાત એ છે કે, મુખ્યમંત્રી હાઈકમાન્ડ નહીં પણ પંજાબની જનતા બનાવે છે. પંજાબની જનતાએ 5 વર્ષ પહેલા ધારાસભ્યો પણ બનાવ્યા હતા અને ત્યારપછીતેમની પાસેથી મુખ્યમંત્રી ચૂંટાયા હતા. આ વખતે પણ પંજાબની જનતાએ નક્કી કરવાનું છે કે, તેઓ ધારાસભ્ય બનશે કે નહીં.

ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ પણ કોંગ્રેસે કરી નથી મુખ્યમંત્રીના ચહેરાની જાહેરાત

ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ પણ કોંગ્રેસે કરી નથી મુખ્યમંત્રીના ચહેરાની જાહેરાત

સિદ્ધુએ વધુમાં કહ્યું કે, આ ત્યારે જ થશે જ્યારે કોઈ એજન્ડા હશે. તેથી કોઈ ભ્રમમાં ન રહો. પંજાબના લોકોને જ ધારાસભ્ય બનાવવાના છે અને તેમને સીએમબનાવવાના છે.

તેમના "પંજાબી મોડેલ" પર, સિદ્ધુએ કહ્યું કે તે કોઈ વ્યક્તિગત અથવા સ્વ-સેવક મોડલ નથી. પંજાબમાં 14 ફેબ્રુઆરીએ મતદાન થશે અને મતગણતરી10 માર્ચે થશે.

ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ પણ કોંગ્રેસે મુખ્યમંત્રીના ચહેરાની જાહેરાત કરી નથી. નવજોત સિંહ સિદ્ધુએ રવિવારના રોજ વિધાનસભા ચૂંટણી માટેતેમની પાર્ટીનું ડિજિટલ અભિયાન શરૂ કર્યું હતું.

English summary
People of Punjab decide who will be the CM of punjab? Punjab Congress president Navjot Singh Sidhu.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X