લૉકડાઉનમાં લોકોએ ખૂબ ખરીદ્યા કૉન્ડોમ અને ગર્ભનિરોધક ગોળીઓઃ રિપોર્ટ
આ લૉકડાઉન દરમિયાન અમુક એવી વસ્તુઓ બની રહી છે જે ચોંકાવનારી છે.
આખી દુનિયા અત્યારે જાનલેવા કોરોના વાયરસ સામે જંગ લડી રહી છે. લાખ કોશિશો છતાં કોરોના વાયરસના કેસ ઘટવાના બદલે દર કલાકે વધી રહ્યા છે. અમેરિકા, ઈટલી, સ્પેન, ભારતસહિત ઘણા મોટા દેશ આ મહામારી સામે મળીને લડાઈ લડી રહ્યા છે. આ દરમિયાન ભારતમાં કોરોના વાયરસના કેસ વધવાથી કેન્દ્ર અને રાજ્ય સરકારોની ચિંતા વધી ગઈ છે. લેટેસ્ટ આંકડાઓ મુજબ દેશમાં કોરોનાના અત્યાર સુધી 12,380 કેસ થઇ ગયા છે. આમાં 1489 સ્વસ્થ થયા જ્યારે 414 લોકોના મોત નીપજ્યા છે.

લૉકડાઉન દરમિયાન મુંબઈવાળાએ સૌથી વધુ ખરીદ્યા કૉન્ડોમ
દેશમાં લૉકડાઉનને 3 મે સુધી લંબાવી દેવામાં આવ્યુ છે. જ્યાં આખા દેશને અત્યારે ઘરમાં રહેવાની અપીલ કરવામાં આવી રહી છે. ત્યાં આ લૉકડાઉન દરમિયાન અમુક એવી વસ્તુઓ બની રહી છે જે ચોંકાવનારી છે. વાસ્તવમાં Dunzo એપે લૉકડાઉન દરમિયાન શું શું વધુ વેચાયુ તેનો રિપોર્ટ રજૂ કર્યો છે જેમુજબ લોકોએ 21 દિવસના લૉકડાઉન દરમિયાન સૌથી વધુ હેન્ડવૉશ, કૉન્ડોમ, પ્રેગ્નેન્સી કિટ અને ગર્ભનિરોધક દવાઓ ખરીદી છે.

Dunzo એપનો રિપોર્ટ
Dunzo એપના રિપોર્ટ મુજબ 1 માર્ચથી 31 માર્ચ વચ્ચે બેંગલુરુ અને પૂણેના લોકોએ એપ પર સૌથી વધુ પ્રેગ્નેન્સી કિટ ઑર્ડર કરી. વળી, ચેન્નઆ-જયપુરના લોકોએ હેન્ડવૉશ ખરીદ્યા. જ્યારે મુંબઈના લોકોએ સૌથી વધુ કૉન્ડોમ ખરીદ્યા. વળી, હૈદરાબાદના લોકોએ સૌથી વધુ આઈ-પિલ્સ ઑર્ડર કરી.
|
Dunzo પર કૉફીથી લઈને કૉન્ડોમ સુધી બધુ મળે છે...
ઉલ્લેખનીય છે કે ઑનલાઈન સામાનનીડિલીવરી કરતી કંપની Dunzo પર કૉફીથી લઈને કૉન્ડોમ સુધી બધુ મળે છે અને તે24 કલાક ડિલીવરી કરતી કંપની છે. Dunzoનું એક હેડક્વાર્ટર બેંગલોરમાં છે અને અક્યારે Dunzoની સર્વિસીઝ બેંગલોર, પૂણે, દિલ્લી, ચેન્નઈ, ગુડગાંવ અને હૈદરાબાદમાં છે.
-
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી









Click it and Unblock the Notifications
