For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

45 વર્ષથી વધુ ઉંમરવાળા લોકો આજે લઈ શકશે કોરોના વેક્સીન, જાણો વિસ્તૃત માહિતી

45 વર્ષથી વધુ ઉંમરવાળા લોકો આજે લઈ શકશે કોરોના વેક્સીન, જાણો વિસ્તૃત માહિતી

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસના વધતા મામલા વચ્ચે આખા દેશભરમાં આજે એટલે કે એક એપ્રિલથી કોરોના વેક્સીનને લઈ મોટા બદલાવ થઈ રહ્યા છે. 1 એપ્રિલ 2021થી હવે ભારતમાં કોઈપણ 45 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ કોરોના વેક્સીન લગાવી શકે છે. દેશભરમાં હવે માત્ર ત્રણ માપદંડના આધારે જ કોરોના વેક્સીનેશનનું કામ થઈ રહ્યું છે. પહેલા બે તબક્કામાં હેલ્થવર્કર્સ અને ફ્રંટલાઈન વર્કર્સને વેક્સીન આપવામાં આવી રહી છે. ત્રીજા તબક્કામાં હવે 45 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને કોરોના વેક્સીન આપવામાં આવશે. આજથી કોઈપણ 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને હવે વેક્સીન લેતા પહેલા સર્ટિફિકેટ બનાવવાની જરૂરત નહિ રહે. તો આવો જાણીએ ક્યાં, ક્યારે અને કેવી રીતે 45 વર્ષથી વધુ ઉંમરના લોકો રસીકરણ કરાવી શકે?

વેક્સીન માટે કેવી રીતે રજિસ્ટ્રેશન કરવું?

વેક્સીન માટે કેવી રીતે રજિસ્ટ્રેશન કરવું?

કોરોના વેક્સીન લેવા માટે તમારે હજી પણ રજિસ્ટ્રેશન કરવાવું ફરજીયાત છે. આના માટે તમારે www.covin.gov.in પર જઈ તમારી બધી જ જાણકારી આપવી પડશે. જે બાદ તમારી નજીકના હૉસ્પિટલમાં તમારી સુવિધા મુજબ તારીખ અને સમય પસંદ કરી કોરોના વેક્સીન લગાવી શકો છો.

સરકારી હોસ્પિટલમાં ફ્રીમાં કોરોના વેક્સીન મળશે

સરકારી હોસ્પિટલમાં ફ્રીમાં કોરોના વેક્સીન મળશે

જો તમે સરકારી હોસ્પિટલમાં વેક્સીન લેવા જાવ છો તો ત્યાં તમને ફ્રીમાં કોરોના વાયરસની વેક્સીન લગાવવામાં આવશે. પરંતુ જો તમે વેક્સીન દેશના કોઈ પ્રાઈવેટ હોસ્પિટલમાં લગાવો છો તો તમારે હરેક ડોઝ માટે 250 રૂપિયા ચૂકવવા પડશે.

ઑનલાઈન રજિસ્ટ્રેશનમાં સમસ્યા હોય તો શું કરવું?

ઑનલાઈન રજિસ્ટ્રેશનમાં સમસ્યા હોય તો શું કરવું?

જો તમે કોરોના વેક્સીનેશન માટે www.cowin.gov.in પર જઈ રજિસ્ટ્રેશન નથી કરી શકતા તો તમે નજીકના હોસ્પિટલે જઈ આ અંગે જાણકારી મેળવી શકો છો. સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે મંગળવારે કહ્યું, "તમે બપોરે 3 વાગ્યા બાદ તમારા નજીકના રસીકરણ કેન્દ્ર પર જઈ શકો છો અને સાઈટ પર રજિસ્ટ્રેશનનો વિકલ્પ પસંદ કરી શકો છો."

રસીનો બીજો ડોઝ કેટલા દિવસના અંતરાલમાં અપાશે?

રસીનો બીજો ડોઝ કેટલા દિવસના અંતરાલમાં અપાશે?

કેન્દ્ર સરકારે અગાઉ કહ્યું હતું કે કોરોના વેક્સીનના બે ડોઝ 28 દિવસના અંતરાલમાં આપવામાં આવશે. એટલે કે પહેલા ડોઝ બાદ બીજો ડોઝ 28મા દિવસે આપવામાં આવશે. પરંતુ ભારતના કોવિશીલ્ડ વેક્સીન બીજો ડોઝના 8 અઠવાડિયાબાદ પણ આપવામાં આવી શકે છે.

Good News: આધારથી પાન કાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ લંબાવાઈGood News: આધારથી પાન કાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ લંબાવાઈ

લેટેસ્ટ ન્યૂઝ અને બ્રેકિંગ ન્યૂઝ તથા સમાચાર વિશ્લેષણ માટે અમારી સાથે ટેલિગ્રામમાં જોડાવ

English summary
People over the age of 45 can take the corona vaccine today, Details in Gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X