For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજીવ ગાંધીના હત્યારાઓને છોડવાના નિર્ણય વિરૂદ્ધ કેન્દ્ર સરકારની સુપ્રીમ કોર્ટમાં અરજી, જાણો શું કહ્યું?

ભારતના પુર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના હત્યારાઓને છોડવા મુદ્દે કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટ ગઈ છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી નિર્ણય વિશે ફરી વિચારવ માંગ કરી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : ભારતના પુર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના હત્યારાઓને છોડવા મુદ્દે કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટ ગઈ છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી નિર્ણય વિશે ફરી વિચારવ માંગ કરી છે.

rajiv gandhi

રાજીવ ગાંધીની હત્યા સાથે જોડાયેલા છ આરોપીઓને છોડવ માટે સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો હતો. 11 નવેમ્બરે સુપ્રીમ કોર્ટે 30 વર્ષ કરતા વધુ સમયથી જેલમાં રહેલા નલિની, જયકુમાર, મુરુગન સહિત 6 લોકોને છોડ્યા હતા. સુપ્રીમ કોર્ટે આ તમામ 30 વર્ષ કરતા વધુ સમયથી જેલમાં હોવાથી આ આદેશ કર્યો હતો. હવે કેન્દ્ર સરકારે રિવ્યુ પિટિશન દાખલ કરી કહ્યું છે કે 6 લોકોને મુક્ત કરવાનો આદેશ આપતી વખતે સરકારનો પક્ષ સાંભળવામાં આવ્યો નથી.

સરકાર દ્વારા વધુમાં કહેવાયુ છે કે, દોષિતોમાં છમાંથી ચાર શ્રીલંકાના હતા અને દેશના ભૂતપૂર્વ વડા પ્રધાનની હત્યાના જઘન્ય અપરાધ માટે આતંકવાદી હોવાના આરોપમાં દોષી ઠેરવવામાં આવ્યા હતા. જસ્ટિસ બીઆર ગવઈ અને બીવી નાગરત્નની બેંચે દોષિતોને જેલમાં તેમના સારા વર્તનને ધ્યાનમાં રાખીને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.

આરોપીઓને મુક્ત કરતા કોર્ટે કહ્યું હતું કે, આ નિર્ણય કેદીઓની સારી વર્તણૂક અને કેસમાં દોષિત અન્ય એક વ્યક્તિ એજી પેરારીવલનની મે મહિનામાં મુક્તિ પર આધારિત છે. જેમાં કહેવાયુ હતું કે, ધરપકડ સમયે તે 19 વર્ષનો હતો અને 30 વર્ષથી વધુ સમયથી જેલમાં હતો.

બીજી તરફ આ મામલે કોંગ્રેસ નિર્ણયની ટીકા કરી હતી અને કહ્યું હતું કે, રાજીવ ગાંધીના હત્યારાઓને મુક્ત કરવાનો સુપ્રીમ કોર્ટનો નિર્ણય સંપૂર્ણપણે અસ્વીકાર્ય અને સંપૂર્ણપણે ખોટો છે. અહીં તમને જણાવી દઈએ કે, 21 મે, 1991ના રોજ તમિલનાડુના શ્રીપેરમ્બદુરમાં રાજીવ ગાંધીની હત્યા કરાઈ હતી.

English summary
Petition in Supreme Court against Union Government's decision to release Rajiv Gandhi's assassins
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X