પેટ્રોલ-ડિઝલના ભાવ ફરીથી વધ્યા, દિલ્હીમાં 77.47 રૂપિયા પહોંચ્યુ
પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં સતત વધારો ચાલુ છે. ફરીથી એક વાર પેટ્રોલ અને ડિઝલના ભાવમાં આંશિક વૃદ્ધિ કરવામાં આવી છે. દિલ્હીમાં હવે પેટ્રોલના ભાવ 77.47 રૂપિયા પહોંચી ગયા છે.
પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં સતત વધારો ચાલુ છે. ફરીથી એક વાર પેટ્રોલ અને ડિઝલના ભાવમાં આંશિક વૃદ્ધિ કરવામાં આવી છે. દિલ્હીમાં હવે પેટ્રોલના ભાવ 77.47 રૂપિયા પહોંચી ગયા છે જ્યારે મુંબઈમાં તેના ભાવ 85.29 રૂપિયા થઈ ગયો છે. વળી, ડિઝલના ભાવની વાત કરીએ તો દિલ્હીમાં ડિઝલનો ભાવ 68.53 રૂપિયા પ્રતિ લિટર સુધી પહોંચી ગયો છે. મુંબઈમાં ડિઝલનો ભાવ 72.96 રૂપિયા પ્રતિ લિટર છે.

આ પહેલા બુધવારે પણ પેટ્રોલ તેમજ ડિઝલના ભાવમાં 30 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. જે બાદ મુંબઈમાં પેટ્રોલનો ભાવ 84.99 થઈ ગયો હતો. દિલ્હીમાં પેટ્રોલ પોતાની ઉચ્ચતમ સપાટી 77 રૂપિયા 17 પૈસા પર પહોંચી ગયો હતો. વળી, પટના અને ભોપાલમાં આ ભાવો 82 રૂપિયાને પાર પહોંચી ગયા છે. દિલ્હીમાં છેલ્લા ત્રણ દિવસની અંદર પેટ્રોલ 90 પૈસા મોંઘુ થયુ છે. માનવામાં આવી રહ્યુ છે કે સતત પેટ્રોલિયમ પદાર્થોના ભાવમાં થઈ રહેલ વધારા વચ્ચે પીએમ મોદી બેઠક કરી શકે છે.
માનવામાં આવી રહ્યુ છે કે ભાવોમાં ઘટાડા માટે સરકાર ઉત્પાદ શુલ્કમાં ઘટાડો કરી શકે છે. હાલમાં પેટ્રોલ પર 19.48 રૂપિયા અને ડિઝલ પર 15.33 રૂપિયા પ્રતિ લિટર ઉત્પાદ શુલ્ક છે. વળી, બીજી તરફ આજે પેટ્રોલ ડિલર્સ સાથે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન બેઠક કરશે. જેમાં ભાવ ઘટાડા માટે રસ્તો કાઢવામાં આવશે. મંગળવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કહ્યુ હતુ કે સરકાર વધતા ભાવોને ઝડપથી ગંભીરતાથી લઈ રહી છે. અમે પેટ્રોલ-ડિઝલના ભાવ ઘટાડવા માટે કામ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે છેલ્લા 10 દિવસોમાં પેટ્રોલ 2.54 રૂપિયા અને ડિઝલ 2.41 રૂપિયા મોંઘુ થયુ છે.












Click it and Unblock the Notifications
