પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો, 81 રૂપિયે પહોંચ્યા ભાવ

Posted By:
Subscribe to Oneindia News

પેટ્રોલ અને ડિઝલના ભાવમાં મંગળવારે જૂના રેકોર્ડ બ્રેક કરે તેવો ભાવ વધારો જોવા મળ્યો હતો. મંગળવારે મુંબઇમાં પેટ્રોલની કિંમત 81.24 નોંધવામાં આવી છે. ત્યાં જ ડિઝલ છે 68.39 રૂપિયા. પેટ્રોલની કિંમતમાં 7 પૈસા અને ડિઝલની કિંમતમાં 9 પૈસાનો વધારો થયો છે. ત્યાં જ દિલ્હીમાં પણ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો જોવા મળ્યો છે. દિલ્હીમાં પેટ્રોલ 73.88 રૂપિયા અને ડિઝલ 64.22 રૂપિયા પ્રતિ લીટર નોંધવામાં આવ્યો છે. ગુજરાતમાં પણ અમદાવાદમાં પેટ્રોલના ભાવ 72.78 પહોંચ્યા છે. અને ડિઝલ પણ 69.6 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું છે. માનવામાં આવતું હતું કે કેન્દ્ર સરકારના બજેટમાં પેટ્રોલ અને ડિઝલના વધતા ભાવોને ઓછા કરવા માટે ખાસ સહાય કરવામાં આવશે.

petrol

પણ બજેટમાં પણ કોઇ રાહત સામાન્ય લોકોને નથી મળી. વધુમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ રોજ રોજ વધી રહ્યા છે. જો કે નાણાં મંત્રી અરુણ જેટલીએ 1 ફેબ્રુઆરીએ જે યુનિયન બજેટ રજૂ કર્યું હતું. તે વખતે પેટ્રોલ અને ડિઝલને જલ્દી જ જીએસટી અંતર્ગત લેવાની વાત કરી હતી. નોંધનીય છે કે પેટ્રોલ મંત્રાલયે પણ નાણાં મંત્રીને બજેટમાં પેટ્રોલ અને ડિઝલના ભાવને અંકુશમાં લાવવા માટે અપીલ કરી હતી. પણ બજેટમાં કોઇ ખાસ પગલાં આ માટે ઉઠાવવામાં નહતા આવ્યા. જેના કારણે હાલ સામાન્ય માણસને મોંધવારીમાં આ વધતા પેટ્રોલ અને ડિઝલના ભાવોના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

English summary
Petrol And Diesel Price Hike: Petrol Up By 7 Paise And Diesel Up By 9 Paise In Mumbai.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.