નવા વર્ષના પહેલા દિવસે જ પેટ્રોલ, ડીઝલના ભાવ વધ્યા

Posted By:
Subscribe to Oneindia News

નોટબંધીની વચ્ચે નવા વર્ષના પહેલા જ દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. આ નવા ભાવ આજે રાતે 12 વાગ્યાથી લાગુ પડશે. પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 1.29 રૂપિયાનો વધારો થયો છે. જ્યારે ડીઝલના ભાવમાં પ્રતિ લીટર રૂપિયા 0.97 રૂપિયાનો વધારો થયો છે.

patrol

નોંધનીય છે કે આ પહેલા પણ ડિસેમ્બરમાં પેટ્રોલ 2 રૂપિયા 21 પૈસા અને ડીઝલ 1 રૂપિયા 79 પૈસા પ્રતિ લીટર મોંધુ થયું હતું. જાણકારોનું માનવું છે કે કાચા તેલની કિંમતો વધતા ભારતીય તેલ કંપનીઓએ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. ત્યારે નોટબંધીની આ માર વચ્ચે લોકોને પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતા મોંઘવારીનો માર પણ સહન કરવાનો વારો આવ્યો છે.

English summary
Petrol price hiked by Rs 1.29 per litre, diesel by Rs 0.97 a litre, excluding state levies with effect from midnight today.
Please Wait while comments are loading...