પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરીથી વધારો, જાણો શું છે ભાવ

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત થઈ વધારો ઓછો થવાનું નામ નથી લેતો. લગભગ રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં વધારો થઈ રહ્યો છે. ફરીથી એકવાર તેલ કંપનીઓએ તેના ભાવમાં વધારો કર્યો છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત થઈ વધારો ઓછો થવાનું નામ નથી લેતો. લગભગ રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં વધારો થઈ રહ્યો છે. ફરીથી એકવાર તેલ કંપનીઓએ તેના ભાવમાં વધારો કર્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવો 80 રૂપિયા પ્રતિ લિટરને પાર થઈ ગયા છે. અહીં પેટ્રોલ 80.38 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 72. 51 રૂપિયા પ્રતિ લિટર છે. જ્યારે મુંબઈમાં પેટ્રોલના ભાવ 87.77 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલના ભાવ 76.98 રૂપિયા પ્રતિ લિટર સુધી પહોંચી ગયા છે. અમદાવાદમાં પેટ્રોલ-ડીઝલના ભાવની વાત કરીએ તો આજે પેટ્રોલ 39 પૈસાના વધારા સાથે 79.53 રૂપિયાની સપાટી પર પહોંચી ગયું છે જ્યારે 47 પૈસાના વધારા સાથે ડીઝલ પણ 77.81ની સપાટી પર પહોંચી ગયું છે.

આ છે કારણ

આ છે કારણ

પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં સતત વધારો થઈ રહ્યો છે જેના કારણે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વાસ્તવમાં જે રીતે કાચા તેલના ભાવોમાં વધારો થઈ રહ્યો છે અને રૂપિયાના ભાવ ઘટી રહ્યા છે તેના કારણે પેટ્રોલિયમ પદાર્થોના ભાવ પણ વધી રહ્યા છે. આ જ કારણ છે કે તેલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવો સતત વધારી રહી છે. બજારના જાણકારોની માનીએ તો આવનારા સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં રાહત મળવાની સંભાવના નથી.

ઓછા થશે ભાવ

ઓછા થશે ભાવ

વળી, બીજી તરફ પેટ્રોલ અને ડીઝલના ભાવ પર સરકારનું કહેવુ છે કે આ વધારો થોડા સમય માટે જ છે. ટૂંક સમયમાં આ તેમાં ઘટાડો થઈ જશે. પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં થઈ રહેલા વધારાને કારણે સામાન્ય જનતાનું બજેટ બગડી રહ્યુ છે. જેના કારણે લોકો સતત પેટ્રોલિયમ પદાર્થોના ભાવમાં વધારાનો વિરોધ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે પેટ્રોલ અને ડીઝલ પોતાના રેકોર્ડ સ્તરે પહોંચી ગયુ છે અને હાલમાં આનાથી કોઈ રાહત મળવાની સંભાવના નથી.

કોંગ્રેસનું ભારત બંધ

કોંગ્રેસનું ભારત બંધ

પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવો સામે કોંગ્રેસે પણ સરકાર પર નિશાન સાધ્યુ છે અને હવે રસ્તા પર ઉતરવાનો નિર્ણય લીધો છે. કોંગ્રેસે એલાન કર્યુ છે કે તે 10 સપ્ટેમ્બરના રોજ પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવો સામે ભારત બંધ કરશે. ગગડતા રૂપિયા અને તેલના વધતા ભાવો પર વિપક્ષે સરકારને ઘેરવાની તૈયારી કરી લીધી છે. કોંગ્રેસે ડૉલરના મુકાબલે રૂપિયાની ઘટતી સ્થિતિ અંગે મોદી સરકાર પર નિશાન સાધ્યુ છે અને 10 સપ્ટેમ્બરે ભારત બંધ બોલાવ્યુ છે. કોંગ્રેસ નેતા રણદીપ સૂરજેવાલાએ કહ્યુ કે પહેલા રૂપિયામાં ઘટાડા પર ભાષણ આપવાવાળા હવે મૌન બેઠા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X