16 જૂનથી રોજ બદલાશે પેટ્રોલના ભાવ, આ છે નવી વ્યવસ્થા

Posted By:
Subscribe to Oneindia News

ભારતની તમામ સરકારી તેલ કંપનીઓ જલ્દી જ રોજના પેટ્રોલના ભાવની સમીક્ષા કરશે. જેના કારણે તમે એક દિવસે જે ભાવે પેટ્રોલ ખરીદતા હોવ બની શકે બીજા દિવસે તે ભાવે તમને પેટ્રોલ તમને ના પણ મળે. આ નવી વ્યવસ્થાના કારણે એક દિવસ પેટ્રોલની કિંમત વધુ પણ હોઇ શકે અને એક દિવસ ઓછી પણ. 1 મેથી આ પાયલોટ પ્રોજેક્ટને 5 શહેરોમાં શરૂ કરવામાં આવ્યો હતો. જેના હેઠળ રોજ પેટ્રોલ અને ડિઝલની કિંમતની સમીક્ષા કરવામાં આવતી હતી.

Petrol

પણ હવે 16 જૂનથી સમગ્ર દેશમાં આ નવી વ્યવસ્થાને લાગુ કરવામાં આવશે. જેના હેઠળ દેશના પેટ્રોલની કિંમત રોજ રોજ બદલાતી રહેશે. જો કે હજી તે સ્પષ્ટતા નથી કરવામાં આવી કે ડિઝલના ભાવોમાં પણ આ બદલાવ કરવામાં આવશે કે કેમ? વધુમાં આ નવી પ્રણાલીને લાગુ કરવા માટે અધિકારીઓ દ્વારા ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ડિઝિટલ ટેકનોલોજી, સોશ્યલ નેટવર્કથી દેશભરના 53,000 થી વધુ પેટ્રોલ પંપોને જોડવામાં આવ્યા છે. જેથી કરીને આ નવી પ્રણાલીને લાગુ કરી શકાય.

English summary
Petrol price to change everyday from 16 June all over India.
Please Wait while comments are loading...