આજે મધરાતથી પેટ્રોલ સસ્તું થશે, ડીઝલ મોંઘુ થશે
નવી દિલ્હી, 31 જુલાઇ : કેન્દ્રના પેટ્રોલીયમ મંત્રાલયે આજે રાત્રે મધરાતથી પેટ્રોલની કિંમતોમાં ઘટાડો અને ડીઝલની કિંમતોમાં વધારો કરવાનો નિર્ણય જાહેર કર્યો છે.
સરકારે આજે પેટ્રોલના ભાવમાં થોડોક ઘટાડો કર્યો છે. પટ્રોલમાં પ્રતિ લીટર રૂપિયા 1.09 ઘટાડી દેવામાં આવ્યા છે. જ્યારે ડીઝલની કિંમતમાં પ્રતિ લીટર 50 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આ નવો ભાવ આજે મધરાત, એટલે કે 1 ઓગસ્ટ, 2014થી અમલમાં આવશે.

ગયા એપ્રિલ પછી એટલે કે કેન્દ્રમાં નવી સરકાર આવ્યા બાદ પેટ્રોલમાં આ પહેલી વાર ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. છેલ્લે 15 એપ્રિલ, 2014ના રોજ પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 70 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.
જો કે આ પહેલા ગત 10 જુલાઈએ બ્રાન્ડેડ અથવા પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર પાંચ રૂપિયા ઘટાડવામાં આવ્યા હતા.












Click it and Unblock the Notifications
