For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

BMC કમિશ્નરે કર્યો કોવિડ-19 વેક્સીન ખરીદ ટેન્ડર માટે ફાઈઝરમાંથી આવેદન મળ્યાનો દાવો, કંપનીએ કર્યો ઈનકાર

ફાઈઝર કંપનીએ નિવેદન જારી કરીને કહ્યુ કે કંપનીએ આવુ કોઈ આવેદન કર્યુ નથી.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ બૃહદ મુંબઈ નગર નિગમ(બીએમસી)ના કમિશ્નર ઈકબાલ સિંહ ચહલે દાવો કર્યો હતો કે બીએમસીએ કોરોના વાયરસ વેક્સીનનો 1 કરોડ ડોઝનુ ગ્લોબલ ટેન્ડર કાઢ્યુ છે અને મ્યુનિસિપલ કૉર્પોરેશન ઑફ ગ્રેટર મુંબઈના ગ્લોબલ ટેન્ડરને અત્યાર સુધી 8 આવેદન મળ્યા છે જેમાંથી એક આવેદન ફાઈઝર કંપનીનુ આવ્યુ છે. વળી, આના જવાબમાં ફાઈઝર કંપનીએ નિવેદન જારી કરીને કહ્યુ કે કંપનીએ આવુ કોઈ આવેદન કર્યુ નથી. કંપનીએ કહ્યુ કે ભારત સહિત વિશ્વ સ્તરે ફાઈઝરે કે તેના કોઈ પણ સહયોગીએ ફાઈઝર-બાયોએનટેક કોવિડ-19 વેક્સીનની આયાત/બજાર/વિતરણ માટે કોઈને અધિકૃત કર્યા નથી.

Pfizer

કંપનીના એક પ્રવકતાએ કહ્યુ કે, 'જેવુ કે પહેલા કહેવામાં આવ્યુ છે, આ મહામારીના સમયમાં દુનિયાભરમાં ફાઈઝર રાષ્ટ્રીય રસીકરણ અભિયાનમાં સહયોગ માટે માત્ર કેન્દ્ર સરકારો અને સુપર નેશનલ સંગઠનોને પોતાની વેક્સીનનો પુરવઠો પૂરો પાડી રહ્યુ છે.' ફાઈઝરે અધિકૃત નિવેદન જારી કરીને કહ્યુ કે ના તો ફાઈઝર અને ના ભારત સહિત વિશ્વ સ્તરે આના કોઈ પણ સહયોગીએ કોઈને ફાઈર બાયોએનટેક વેક્સીનની આયાત કે વેચવા અને વિતરણ કરવા માટે અધિકૃતસ કર્યા છે. અમે પોતાની વેક્સીનને ઉપયોગ માટે ઉપલબ્ધ કરાવવા માટે ભારત સરકાર સાથે નિરંતર ચર્ચા કરી રહ્યા છે. આ પહેલા બીએમસી કમિશ્નર ઈકબાલ સિંહે ઘોષણા કરી હતી કે મુંબઈને અત્યાર સુધી આઠ બોલીઓ મળી છે જેમાં ફાઈઝરથી એક અને સ્પુતનિકથી સાત શામેલ છે.

BMC એ કોરોના વાયરસ વેક્સીનેશન માટે 1 કરોડ ડોઝનુ ગ્લોબલ ટેન્ડર કાઢ્યુ છે. મંગળવારે બીએમસી કમિશ્નર ઈકબાલ સિંહ ચહલે જણાવ્યુ કે MCGM(મ્યુનિસિપલ કૉર્પોરેશન ઑફ ગ્રેટર મુંબઈ)ના ગ્લોબલ ટેન્ડરને અત્યાર સુધી 8 આવેદન મળ્યા છે. એક આવેદન ફાઈઝર/એસ્ટ્રાજેનેકા વેક્સીન માટે છે. બાકી 7 સ્પુતનિક-V માટે છે. કમિશ્નરે જણાવ્યુ કે આવેદનની છેલ્લા તારીખને એક સપ્તાહ માટે એટલે કે 1 જૂન સુધી લંબાવવામાં આવી છે જેનાથી અલગ અલગ આવેદક પૂરા દસ્તાવેજ સાથે ટેન્ડર માટે આવેદન કરી શકે.

English summary
Pfizer have not authorized anyone to import/market/distribute Pfizer-BioNTech COVID 19 vaccine
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X