Phalodi Satta Bazar Haryana : મતદાન પહેલા બીજેપી માટે ટેન્શન વધારતી ફલોદી સટ્ટા બજારની આગાહી
Haryana Assembly Election 2024 : હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે 5 ઓક્ટોબરે મતદાન થવા જઈ રહ્યું છે. આ મતદાન પહેલા રાજસ્થાનના ફલોટી સટ્ટા બજારે બીજેપી માટે ટેન્શન વધારતી આગાહી કરી છે.
ફલોદી સટ્ટા બજારની આગાહી કરીએ તો હરિયાણામાં ચૂંટણી એક તરફી છે અને આ વખતે બીજેપી માટે સુપડા સાફ થઈ જવા જેવી સ્થિતી સર્જાવા જઈ રહી છે.

ફલોદી સટ્ટા બજારની આગાહી અનુસાર, 10 વર્ષથી સત્તામાં રહેલી બીજેપીની ઘરવાપસી થઈ શકે છે. એટલુ જ નહીં રાજ્યમાં કોંગ્રેસ તરફી સુનામી આવી શકે છે.
જણાવી દઈએ કે, હરિયાણામાં કુલ 90 વિધાનસભા બેઠકો પર એક જ તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. ભાજપ, કોંગ્રેસ, જનનાયક જનતા પાર્ટી, ઈન્ડિયન નેશનલ લોકદળ, આમ આદમી પાર્ટી, બીએસપી, એએસપી અને અપક્ષ સહિત કુલ 1031 ઉમેદવારો મેદાનમાં છે. રાજ્યમાં સરકાર બનાવવા 46 સીટોની જરૂર પડે છે.
Diamonddexch99.com અનુસાર, હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 માં 90 બેઠકોમાંથી કોંગ્રેસ 57 થી 59 બેઠકો જીતી શકે છે, જ્યારે ભાજપને 22 થી 24 બેઠકો મળવાની અપેક્ષા છે.
Phalodi Satta Bazar Haryana election 2024 predictions : ફલોટી સટ્ટા બજારની આગાહી
કુલ સીટ - 90
કોંગ્રેસ - 57 થી 59
ભાજપ - 22 થી 24
પોતાની આગાહીઓ માટે જાણીતા રાજસ્થાનના ફલોદી સટ્ટા બજારની આ આગાહી સાચી પડે છે તો કોંગ્રેસ 10 વર્ષ પછી સત્તામાં પાછી ફરી શકે છે. હરિયાણામાં ભાજપે 2014 અને 2019ની ચૂંટણી જીતી છે.












Click it and Unblock the Notifications
