Rajya Sabha : ફાંગનોન કોન્યાક રાજ્યસભાની અધ્યક્ષતા કરનારા નાગાલેન્ડના પહેલા મહિલા સાંસદ બન્યા

નાગાલેન્ડથી બીજેપીના રાજ્યસભા સાંસદ ફાંગનોન કોન્યાકને રાજ્યસભાના ઉપાધ્યક્ષોની પેનલમાં સામેલ કરવામાં આવ્યા છે. આ પેનલમાં સામેલ થતા જ તેમના નામે મોટો ઇતિહાસ લખાયો છે. ફાંગનોન કોન્યાક રાજ્યસભાની અધ્યક્ષતા કરનાર નાગાલેન્ડના પ્રથમ મહિલા સાંસદ બન્યા છે.

આ મુદ્દે રાજ્યસભા સચિવાલયે પણ એક સત્તાવાર નિવેદન જારી કર્યુ છે. આ નિવેદનમાં કહેવાયુ છે કે, રાજ્યસભામાં નાગાલેન્ડના પ્રથમ મહિલા સભ્ય એસ ફાંગનોન કોન્યાકે આજે ગૃહની અધ્યક્ષતા કરી.

S Phangnon Konyak

બીજી તરફ સાંસદ ફાંગનોન કોન્યાકે પણ ટ્વીટ કરીને ખુશી વ્યક્ત કરી. તેમણે લખ્યુ કે, આજે રાજ્યસભાની અધ્યક્ષતા કરીને અભિભૂત થઈ રહી છું. સંવિધાન (અનુસૂચિત જનજાતિ) ઓર્ડર (પાંચમો સુધારો) બિલ 2022 ગૃહ દ્વારા પસાર થવા સાથે તે એક અર્થપૂર્ણ પગલું હતું તેનો આનંદ છે.

બીજી તરફ તેમણે પીએમ મોદી અને રાજ્યસભા અધ્યક્ષ જગદીપ ધનખરનો આભાર માન્યો. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ આજે મહિલાઓને રાજકારણ અને નેતૃત્વમાં યોગ્ય સન્માન અને સ્થાન આપવામાં આવી રહ્યું છે. આ તક માટે હું રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરનો હૃદયપૂર્વક આભાર માનું છું. પીએમ મોદીએ પણ તેમના ટ્વીટને રીટ્વીટ કરીને ગૌરવની ક્ષણ ગણાવી.

અહીં તમને એ પણ જણાવી દઈએ કે, માર્ચ 2022માં એસ. ફાંગનોન નાગાલેન્ડથી રાજ્યસભા સાંસદ તરીકે ચૂંટાયેલા પ્રથમ મહિલા સાંસદ હતા. તે નાગાલેન્ડના બીજા મહિલા રાજકારણી છે, જે સંસદના કોઈપણ ગૃહમાં ચૂંટાયા છે. ફાંગનોન નાગાલેન્ડ બીજેપી મહિલા મોરચાના અધ્યક્ષ પણ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X