Bihar opposition meeting : પટનામાં ચાલી રહ્યું છે ફોટો સેશન, વિપક્ષની એકતા શક્ય નથી - અમિત શાહ

Bihar opposition meeting : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પટનામાં ચાલી રહેલી વિપક્ષી નેતાઓની બેઠક પર નિશાન સાધ્યું હતું. જમ્મુમાં એક કાર્યક્રમ દરમિયાન પોતાના સંબોધનમાં અમિત શાહે જણાવ્યું હતું કે, પટનામાં એક ફોટો સેશન ચાલી રહ્યું છે. વિપક્ષના તમામ નેતા એક મંચ પર આવ્યા છે, પણ તેમની એકતા શક્ય નથી. 2024માં મોદી જ ફરીથી વડાપ્રધાન બનશે.

અમિત શાહે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, આજે પટનામાં ફોટો સેશન ચાલી રહ્યું છે. તમામ વિપક્ષી નેતાઓ એક મંચ પર આવીને સંદેશ આપવા માંગે છે કે. અમે ભાજપ અને મોદીજીને પડકાર આપીશું. હું વિપક્ષના નેતાઓને કહેવા માંગુ છું કે, તમે ગમે તેટલા હાથ જોડો, તમે એકસાથે નહીં આવી શકો અને જો તમે આવશો તો પણ એ નિશ્ચિત છે કે, મોદીજી 2024માં 300થી વધુ સીટો સાથે આવશે.

Bihar opposition meeting

નોંધનીય છે કે, અમિત શાહ બે દિવસીય જમ્મુ પ્રવાસ પર છે. જમ્મુમાં ભાજપ કાર્યાલયમાં પોતાના સંબોધનમાં તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં જમ્મુ-કાશ્મીર વિકાસના પંથે આગળ વધ્યું છે.

આ અગાઉ તેમણે ભારતીય જનસંઘના સ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપીને તેમના બે દિવસીય જમ્મુ-કાશ્મીર પ્રવાસની શરૂઆત કરી હતી.

અત્રે ઉલ્લેખનીય બાબત છે કે, આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપને સખત પડકાર આપવા માટે મજબૂત મોરચો બનાવવાની રણનીતિ પર વિચાર વિમર્શ કરવા માટે વિપક્ષી નેતાઓની બેઠક પટનામાં ચાલી રહી છે.

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ આ બેઠકનું આયોજન કરી રહ્યા છે. આ બેઠક મુખ્યમંત્રીના નિવાસસ્થાન એક અણે માર્ગ પર યોજાઈ રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X